Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

હોળી-ધુળેટી અંતર્ગત દેશી દારૂની ડ્રાઇવઃ ૧૫ દરોડામાં ૧૨ ઝડપાયા

રાજકોટ તા.૨૦: હોળી ધુળેટીના તહેવાર અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા દેશી દારૂ અંગે ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં પંદર સ્થળે દરોડા પાડી ૧૨ શખ્સોને દેશીદારૂ સાથે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરમાં દેશી દારૂની બદી નાબુદ કરવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી દેશી દારૂ અંગેની ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં એડીવીઝન પોલીસે રામનાથપરા ભવાનીનગર મેઇન રોડ પરથી રૂ.૬૦ના દેશી દારૂ સાથે ચુનીલાલ ખીમજીભાઇ સોલંકી (ઉ.વ.૭૦)(રહે.ચૂનારાવાડ)ને પકડી લીધો હતો. જયારે બીડીવીઝન પોલીસે ભગવતીપરાના કાસમ મુસા રાઉમાને રૂ.૪૦ના દેશી દારૂ સાથે તથા કુવાડવા રોડ પોલીસે રૂ.૧૨૦ના દેશી દારૂ સાથે ગેલા તરશી જખાણીયા (રહે.નાકરાવાડી હાલ રૂડાનગર ટ્રાન્સપોર્ટ પાછળ ઝુપડામાં)ને તથા કુચીયાદળ ગામ પાસેથી કિશન બાબુભાઇ પીપળીયા (રહે.કુવાડવાગામ)ને રૂ.૧૦૦ના દેશીદારૂ સાથે તથા તરઘડીયામાં ઝુપડામાંથી ગભરૂ નરશીહભાઇ માથાસુરીયાને રૂ.૧૦૦ના દેશી દારૂ સાથે તથા કુવાડવા ગામ ગુંદા રોડ પર ઝુપડામાંથી સંજય દાજીભાઇ સાડમીયા (ઉ.વ.૨૨)ને રૂ.૧૦૦ના દેશી દારી સાથે અને આજીડેમ પોલીસે હુડકો ચોકડી પ્રતાપ હોટલની બાજુમાંથી રૂ.૬૦નો દેશી દારૂ કબ્જે કર્યો હતો. જયારે કવીતા ચંદુ સોલંકીની શોધખોળ હાથ ધરી છે બાદ સર ગામમાં મકાનમાંથી રૂ.૧૦૦ના દેશી દારૂ સાથે શિલ્પા કિશોર રાઠોડને પકડી લીધી હતી. જયારે માલવીયાનગર પોલીસે રામવિહાર સોસાયટી શેરી નં.૧માંથી અનીલ ભગવાનજીભાઇ ભટ્ટી (રહે.માયાણીનગર આરએમસી કવાર્ટર)ને રૂ.૬૦ના દેશી દારૂ સાથે તથા ગાંધીગ્રામ પોલીસે હનુમાનમઢી શિવપરા શેરી નં.૩ પાસેથી નિલેષ ઉર્ફે નિલીયો બકુલભાઇ વાઘેલાને રૂ.૬૦ના દેશી દારૂ સાથે તથા હનુમાન મઢી રૈયા રોડ મફતીયા પરા છોટુનગરમાંથી રેવી ઉ ર્ફે દેવી સોમાભાઇ વાજેલીયાને રૂ.૮૦ના દેશી દારૂ સાથે તથા તાલુકા પોલીસે કાલાવડ રોડ ઇંટુના ભઠ્ઠા પાસેથી રૂ.૧૦૦ દેશી દારૂ કબ્જે કર્યો હતો. જયારે બાલુ ધીરૂભાઇ મંદુરીયા (રહે.મોટા મવા ગામ) નાશી ગઇ હતી. બાદ પુનીતનગરના ટાકાના સામે વાવડી મેઇન રોડ ઝુપડપટ્ટીની બાજુમાંથી રૂ.૧૬૦નો દેશીદારૂ કબ્જે કર્યો હતો. જયારે મુનો વેરશી સોલંકી નાશી જતા તેની શોધખોળ હાથધરી છે. બાદ ઝુપટપટ્ટી વિસ્તારની બાજુમાંથી રૂ.૬૦ના દેશીદારૂ સાથે લાખુબેન ભુપતભાઇ ચારોલીયાને પકડી લીધી હતી. ત્યારબાદ બાલજી હોલની પાછળથી મુકતી હરેશભાઇ વાજેલીયાને રૂ.૪૦ના દેશી દારૂ સાથે પકડી લીધી હતી.

બે હદપારી વિનોદ અને યુનુષ પકડાયા

ભવાનીનગર  શેરી નં.૩માંથી એડીવીઝન પોલીસે હડપારી વિનોદ ઉર્ફે વનેશ સોમાભાઇ શીયાળ (ઉ.વ.૪૨) (રહે.ભવાનીનગર)અને બીડીવીઝન પોલીસે ભગવતીપરા પુલ નીચેથી હદપાર કરાયેલા યુનુસ ઉર્ફે ઇનકો અલ્લારખાભાઇ ઘેલડા (ઉ.વ.૩૬)(રહે.ભગવતીપરા શેરી નં.૧૦)ને પકડી લીધો હતો.

(3:38 pm IST)