Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

રેસકોર્ષ લાફીંગ કલબ દ્વારા વ્યકિત વિશેષ બહેનોનું સન્માન

 રાજકોટમાં રર વર્ષથી વધુ સમયથી રેસકોર્ષ લાફીંગ કલબ ચાલી રહી છે. સિનિયર સીટીઝનો દ્વારા સવારના વહેલા છ વાગ્યાથી કસરત કરાવવામાં આવે છે. ૧૮૦થી વધુ મેમ્બર્સ આ કલબનો લાભ લ્યે છે. ભાઇઓ અને બહેનો દરરોજ હાસ્ય સાથે કસરત કરી પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરે છે. દરમિયાન વિશ્વ મહિલા દિવસ નિમિતે કલબ દ્વારા મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, શહેરના પ્રથમ મહીલા મેયર ધારાશાસ્ત્રી શ્રીમતી ભાવનાબેન જોષીપુરાનું સન્માન કરવામાં આવેલ. જયંતિભાઇ માંડલીયા આ કલબના મુખ્ય વ્યકિત હોય તેમના દ્વારા પુષ્પગુચ્છથી બીનાબેનનું સ્વાગત કરવામાં આવેલ. ડો. લલિતભાઇ ઠાકર દ્વારા શ્રીમતી ભાવનાબેન જોષીપુરાનું સન્માન કરવામા આવેલ. ભદ્રાબેન , વિજયાબેન, દમયંતિબેન તન્ના, દાવડાબેન વિ. દ્વારા બન્ને બહેનોને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. શર્મિષ્ઠાબેન વોરાએ તેમના પુસ્તકની ભેટ આપેલ. કલબની ડીરેકટરી પણ અર્પણ કરેલ. ડો. બાનુબેન ધકાણે આ કાર્યક્રમનું સંચાલન કરેલ. ભાવનાબેન જોષીપુરાએ મુખ્ય વકતા તરીકે સુંદર વકતવ્ય આપેલ.

(3:38 pm IST)