Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

કુમકુમ ગ્રુપ દ્વારા સંગીતોત્સવ સાથે હોલી ઉત્સવ

બાલભવનમાં ડીજેના સંગાથે ઓર્ગેનીક રંગ સાથે પારિવારીક માહોલમાં આયોજન : જાહેર આમંત્રણ

રાજકોટ, તા. ૨૦ : શહેરની સેવાકીય સંસ્થા કુમકુમ ગ્રુપ દ્વારા આવતીકાલે ગુરૂવારે બાલભવન પાસે, રેસકોર્ષ ખાતે ધુળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ૩૫ હજાર વોલ્ટની સાઉન્ડ સિસ્ટમ્સ નોનસ્ટોપ ડીજે સાથે ઓર્ગેનીક રંગ સાથે પારીવારીક માહોલ વચ્ચે જનતા તેમજ યુવા ધન નિઃશુલ્ક મજા માણશે.આ ધુળેટીમાં અવનવા કલરોમાં રમવા સવારે ૯ કલાકે બાલભવન પાસે સહ પરીવાર સાથે આમંત્રણ અપાયુ છે. આ તકે ૫૦૦ ચકલીઓના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે.કુમકુમ ગ્રુપના આ કાર્યક્રમને ગ્રુપના મનોજભાઈ પટેલ (મો.૯૮૨૫૦ ૧૧૮૮૩), રાજદીપસિંહ જાડેજા (વાવડી), ડો. મનીષ ગોસાઈ, નારણભાઈ બોળીયા, યોગીન છનીયારા, અશોક જાદવ, ધારા વૈષ્ણવ, રમાબેન હેરભા, કિરણબેન માંકડીયા, રવિ પટેલ, અવિ મકવાણા, ભાવેશ સાંગાણી, રાજુભાઈ પ્રજાપતિ, ભરત ઈલાણી, સુરેશ લાખાણી, પાર્થ મહેશ્વરી, મુકેશ મધુ વિનોદ ઈસોરીયા, મોહિત સાંગાણી જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:36 pm IST)