Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ગાંધીગ્રામ વિસ્તારમાં ઘાતક હથિયારો વડે હુમલો કરવા અંગે આરોપીના જામીન મંજુર

રાજકોટ તા.૨૦: રાજકોટ શહેર ગાંધીગ્રામ-ર (યુનિ) પોલીસ સ્ટેશનમાં તા. ૧૮-૧૨-૨૦૧૯ના રોજ ખોડિયારપરા ચોકમાં ખોડિયાર પાનના ગલ્લે બર્થડે ઉજવવા માટે આશરે પંદરેક જેટલા છોકરાઓ ભેગા થયેલ તેઓની વચ્ચે ગાળો બોલી મારકુટ થતા છરી તેમજ રિવોલ્વર વડે હુમલો કરવાના બનાવમાં મિલન મહિપતસિંહ ચુડાસમા તેમજ ડેનીસ ભરતભાઇ દેસાણીએ સેસન્સ કોર્ટમાં  જામીન અરજી ગુજારતા જે જામીન અરજી રાજકોટની સેસન્સ કોર્ટે મંજુર રાખી બન્ને અરજદાર આરોપીઓને રૂ. રપ હજારના જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત બનાવ અનુસંધાને મિલનસિંહ મહિપતસિંહ ચુડાસમા તથા ડેનીશ ભરતભાઇ દેશાણીએ રાજકોટના ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ગુજારતા સેસન્સ કોર્ટે અરજદાર/ આરોપીઓ તરફે કરવામાં આવેલ દલીલ ક્રોસ કેસ હોય સામસામી ફરિયાદો હોય કોઇ પૂર્વ આયોજીત કાવતરૂ ન હતું તેમજ કોઇ મહત્વનો ભાગ બન્ને અરજદાર/ આરોપીઓએ ભજવેલ ન હોય તે સહિતની લંબાણપૂર્વકની દલીલ બાદ નામ. જુદી જુદી વડી અદાલતોના ચુકાદાઓ રજુ રાખી અરજદાર / આરોપીઓને જામીન મુકત કરવા રજુઆત કરેલ.

બન્ને અરજદાર / આરોપીઓ તરફે તેમના એડવોકેટ અમિત એસ. ભગત દ્વારા કરવામાં આવેલ રજુઆત માન્ય રાખી બન્ને અરજદાર/ આરોપીઓને રૂ. ૨૫,૦૦૦/-ના જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

સદરહું કામ બન્ને અરજદાર/ આરોપીઓ વતી રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી અમીત એસ. ભગત, આનંદકુમાર ડી. સદાવ્રતી તથા ધર્મેન્દ્ર ડી. બરવાડીયા રોકાયેલા હતા.

(3:34 pm IST)