Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

મેદસ્વીતાથી મહિલાઓને મુશ્કેલીઃ રવિવારે ડો.દર્શન પંડયા દ્વારા મહિલાઓને માર્ગદર્શન

આશુતોષ હોસ્પીટલ ખાતે વિનામુલ્યે સેમીનારઃ ચરબીના ટકા માપવાનો ટેસ્ટ વિનામુલ્યે થશે

રાજકોટ તા. ર૦ : વર્તમાન આધુનિક રહેણીકરણીના કારણે સમાજમાં મેદસ્વીતા અને તેના કારણે થતી મુશ્કેલીઓ વધી છે, અને મહિલાઓમાં મેદસ્વીતાના કારણે અનેક સમસ્યા જોવા મળે છે ત્યારે રાજકોટના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શના પંડયા દ્વારા મહિલાઓ માટે વિનામુલ્યે સેમીનારનું આગામી રવિવાર તા. ર૪-૩ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

ડો. દર્શના પંડયાના જણાવ્યા અનુસાર, આજકાલ મેદસ્વીતાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યુ છે એના કારણે અનેક સમસ્યા ઉભી થાય છે પણ હજુ લોકોમાં મેદસ્વીતા વિશે યોગ્ય જાણકારી કે જાગૃત્તિ જોવા મળતી નથી. સમાજ માટે ઘાતક સાબીત થઇ શકે એવી મેદસ્વીતાની સમસ્યા વિશે લોકોને જાગૃત કરવા અને ખાસ તો પરિવારના આધાર સમાન મહિલાઓને આ બાબતે જાગૃત કરવા અમે પ્રયાસ હાથ ધર્યા છે. મહિલાઓ આ મુદા પર જાગૃત હશે તો આપોઆપ પરિવારને જાગૃત કરી શકશે અને પરિવારને મેદસ્વીતાથી બચાવી શકશે કારણ કે મોટાભાગે મહિલાના હાથમાં રસોડુ હોય તે યોગ્ય પૌષ્ટીક ખોરાક દ્વારા પરિવારની તંદુરસ્તી બરકરાર રાખી શકે છે. મેદસ્વીતાના કારણે પી.સી.ઓ.ના કારણે વંધ્યત્વ, ડાયાબીટીસ, હૃદયની લગતી સમસ્યાઓ વગેરે મુશ્કેલી થતી હોય છે. મહિલાઓમાં ચરબીના કારણે થતી વિવિધ મુશ્કેલીના કારણે પરિવારને સહન કરવા સાથે સમાજ માટે ચિંતાજનક બાબત છે. સેમીનારમાં જાણીતા સ્ત્રી રોગ નિષ્ણાત ડો. દર્શના પંડયા સાથે જાણીતા ડાયેટીશ્યનની ટીમ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવશે.

ડો. દર્શના પંડયા દ્વારા તેમની આશુતોષ હોસ્પિટલ ખાતે ગર્ભવતી મહિલાઓને યોગ્ય માર્ગદર્શન આપવા સહિત મહિલા જાગૃત્તિ માટે અવાર નવાર વિનામુલ્યે સેમીનાર રાખવામાં આવે છેતેમની સામાજીક પ્રવૃત્તિના ભાગરૂપે આગામી તા. ર૪/૩/ર૦૧૯ને રવિવારે સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ ખાસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છ આશુતોષ હોસ્પિટલ (કોટેચા નગર મેઇન રોડ, કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ સામે, રાજકોટ. ફોન ૦ર૮૧-ર૪પ૦૬પ૦-ર૪૩૩૪૪પ) ખાતે યોજાનારા આ સેમીનારમાં ભાગ લેવા માટે મહિલાઓને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છ.ે સેમીનારમાં જોડાવા માટે હોસ્પિટલ ખાતે નામ નોંધાવવું જરૂરી છે.

આ ઉપરાંત માર્ગદર્શન કેમ્પ સાથે ખાસ ચરબીના ટકા માપવાનો ટેસ્ટ વિનામુલ્યે કરી આપવામાંં આવશે. મહિલાઓને બહોળી સંખ્યામાં સેમીનાર અને કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

(3:34 pm IST)