Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

રાજકીય પક્ષો માટે મંડપ - જર્મન ડોમ - ટેબલ - ખુરશી - ડીજીટલ સેટઅપ LED સ્ક્રીન-માલ સામાનની હેરફેરના ભાવોમાં ૪૦ થી પ૦ ટકાનો ઘટાડો

માલસામાન હેરફેરમાં '૩'ના ૧II લાખઃ જર્મન ડોમમાં ૧ ચો.મી.ના ૩પ૦: લાઇવ ડીજીટલ સેટઅપ ૧ દિ'ના ૪ હજાર : ઓશીકુ-જાડી ચાદર-ગોદડું રેફ્રીજરેટર-ટ્રે-શેતરંજી-વીઆઇપી ખુરશી-સોફાસેટ-પીવીસી ખુરશીના ભાવો રૂ. ૩ થી માંડી ૧૩ર૦ સુધીના ભાવો

રાજકોટ તા. ર૦: રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી તા. ર૩ એપ્રિલે યોજાશે, ઉમેદવારો માટે ૭૦ લાખના ખર્ચની મર્યાદા છે, તાજેતરમાં કલેકટરશ્રીએ રાજકીય પક્ષોની બેઠકમાં વિવિધ વસ્તુઓના ભાવો નકકી કરી આપ્યા હતા. આ ભાવો અધધધ હોય દેકારો બોલી ગયો હતો, કોંગ્રેસ પક્ષે વિરોધ વ્યકત કરી નવેસરથી ભાવો આપવા-ઘટાડવા માંગણી કરી હતી, આ પછી કલેકટર તંત્રે પીડબલ્યુડીના તંત્ર મારફત નવેસરથી ભાવો નકકી કર્યા છે, જે અંગે આજે કલેકટરશ્રીને દરખાસ્ત થઇ રહી છે.

આ નવા ભાવો ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો માટે ફાઇનલ થઇ રહ્યા છે, તેમાં મંડપ-જર્મન ડોમ, ટેબલ, ખુરશી, ડીજીટલ સેટઅપ-LED સ્ક્રીન-માલ સામાનની હેરફેર મજૂરી સાથે વિગેરેમાં તંત્ર દ્વારા ૪૦ થી પ૦ ટકાના ઘટાડા સાથેની દરખાસ્ત કલેકટરને કરાયાનું જાણવા મળે છે.

માલ સામાન હેરફેરમાં પહેલા ૩ લાખનો ભાવ હતો તે હવે ૧II લાખ કરાયો છે, જર્મન ડોમમાં ૧ ચો.મી.ના ૩પ૦   તો    લાઇવ    ડીજીટલ સેટઅપમાં ૧ દિ' ના ૪ હજારનો ભાવ ફાઇનલ થઇ રહ્યો છે.

જયારે કવર સાથેનું ઓશીકુ-જાડી ચાદર-ગોદડુ-રેફ્રીજરેટર-ટ્રે-શેતરંજીઅવીઆઇપી ખુરશી-સોફાસેટ-લોખંડ અને પીવીસી ખુરશીના ભાવો રૂ. ૩ થી માંડી રૂ. ૧૩ર૦ સુધીના ફાઇનલ થઇ રહ્યા છે.

નકકી થઇ રહેલા ભાવો જોઇએ તો ડીજીટલ વિડીયો રેકોર્ડીંગ-૩ સીસીડી અધિકૃત વ્યકિત સાથે કેમેરા દીઠ રૂ. ૯II હજારના ૩પ૦૦, (૩) ડીવીડી કેસેટ આપવાના-૮૭૦૦ના ૩પ૦૦, એલઇડી સ્ક્રીન જરૂરી પ્લેટફોર્મ સ્ટ્રકચરનાં પ૦૦ના ર૦૦, સ્ટીલ સ્ટ્રકચર ડોમ ૧ ચો.મી.ના ૧૬૦, માલસામાન લઇ જવા-ફીટ કરવાના ૧૧પ૦૦ના રૂ. ૩પ૦૦નો ભાવ નકકી થયા છે.

મંડપ-ડોમમાં ફુવારા સીસ્ટમમાં ૧ ફુવારાના ૯૮પ, ભારતીય બેઠક વ્યવસ્થા ગોઠવવાના માલ-મજૂરીના ૧ નંગ દીઠ રૂ. ૮II, રેફ્રીજરેટર ૧ નંગના ૯પ૮, ટ્રેના પ૦ પૈસા, કારપેટ ૧ ચો.મી.ના રૂ. ૩II, શેતરંજીના રૂ. રાા, એગ્રોનેટના રૂ. ૧રના પ (૧ ચો.મી.) પીવીસી ખુરશીના રૂ. ૬, સ્ટીલના પતરાવાળી ફોલ્ડીંગ ખુરસીના ૧ રૂ. વીઆઇપી સોફાસેટ-૧ નંગના ૧૩ર૦, વીઆઇપી ગાદીવાળી ખુરશીના ૧ નંગના રૂ. ૪૮ના ભાવો ફાઇનલ થઇ રહ્યાનું અને કલેકટરને દરખાસ્ત થઇ રહ્યાનું સુત્રોએ ઉમેર્યું હતું.

(3:33 pm IST)
  • મોડીરાત્રે રાજકોટમાં શક્તિ ઉર્ફે પેંડાનો સાગરીત પાર્થરાજ ઉર્ફે ગટુ જાડેજાની કરપીણ હત્યા :પુનિતનગર પાણીના ટાંકા પાસે પાર્થરાજસિંહ જાડેજાની કરપીણ હત્યા :પેટ અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા ;આરોપી ધર્મેન્દ્રસિંહ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર :150 ફૂટ રિંગ રોડ પર પુનિતનગર કર્મચારી સોસાયટીમાં શેરી ન,1માં રહેતો 24 વર્ષીય પાર્થરાજસિંહ હરદેવસિંહ જાડેજાની પુનિતનગર પાણીના ટાકા સામે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા access_time 11:25 pm IST

  • દિલ્હીમાં મસ્જિદમાં લાઉડસ્પીકરથી લોકોને પરેશાની :નેશનલ ગ્રીન ટ્રિયુબનલે કહ્યું આ ગંભીર અપરાધ : પોલીસે તુર્ત કાર્યવાહી કરવી જોઈએ : NGT પીઠે કહ્યું નાગરિકોને શાંતિપૂર્ણ પર્યાવરણનો બંધારણીય અધિકાર છે અને તેને નિર્ધારિત માપદંડથી વધુ ધ્વનિ પ્રદુષણ દંડનીય અપરાધ છે સાથોસાથ પોલીસને કહ્યું કે આવા સ્થળોની ઓળખ કરે અને ઉલ્લંઘનકર્તાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી માટે એક નિગરાની પ્રણાલી સ્થાપિત કરે access_time 12:21 am IST

  • ગુજરાત BJP પાર્લામેન્ટરી બોર્ડ ની મીટીંગ બાદ આખરી યાદી તૈયાર :,હોળી પછી દિલ્હી જઈ સોંપશે યાદી:અન્ય રાજય ના તબક્કાવાર યાદી મંગાવાઈ રહી છે:વિજય રૂપાણી પણ હોળી પછી દિલ્હી જાય તેવી સંભાવના access_time 10:59 am IST