Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલની ભેદી મોત-હત્યા અંગે સાચી હકીકત સામે લાવોઃ આવેદન

રાજકોટનું પત્રકાર જગત ઘટનાને વખોડે છેઃ જવાબદારો સામે કડક કાર્યવાહી કરો : રાજકોટના પત્રકારો-ફોટોગ્રાફરો ઉકળી ઉઠયાઃ દેખાવો સાથે કલેકટરને આવેદન

રાજકોટ પ્રેસ આલમના પત્રકારો- ફોટોગ્રાફરોએ અમદાવાદના ચિરાગ પટેલની ભેદી હત્યા-મોત અંગે કલેકટરને આવેદન પાઠવ્યું હતું.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૨૦: રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર અને ઇલેકટ્રોનિક મીડિયા એસો.ના ૧૦૦થી વધુ પત્રકારો-ફોટોગ્રાફરોએ આજે રોષપૂર્વક દેખાવો-સૂત્રોચ્ચાર કરી રાજકોટ કલેકટરને આવેદન પાઠવી અમદાવાદમાં પત્રકાર ચિરાગ પટેલની રહસ્યમય મૃત્યુમાં તટસ્થ તપાસ કરવા અંગે માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં ગુજરાતી ટીવી ચેનલના પત્રકાર ચિરાગ પટેલની રહસ્યમય હત્યા ભેદી મોતને ચાર દિવસ વિતી ગયા  છતા પોલીસે તપાસમાં કોઇ હકીકત સામે આવી નથી.

૧૬ માર્ચના રોજ અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં ચિરાગ પટેલની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી, અમદાવાદ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી મૃત્યુનંુ કારણ અકબંધ રહેલું છે.

ચિરાગ પટેલના પરિવારજનોએ આ ઘટનાને વખોડી કાઢે છે અને આ ઘટનામાં જે કોઇપણ જવાબદાર હોય તેના પર કાયદેસરની કાર્યવાહી થાય અને સજા મળે તેવી રાજકોટ પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાની માંગ છે.

(3:32 pm IST)