Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

એવરેસ્ટ- યોગી ટાવરના મિલ્કત ધારકો પાણી વિહોણાઃ ૨ નળ કનેકશન કટ્ટ

પરમેશ્વર, સુરભી કોમ્પલેક્ષ સહિતનાં વિસ્તારમાં ૧૪ મિલ્કત સીલઃ ત્રણેય ઝોનમાં રૂ. ૫૧ લાખની આવકઃ તંત્ર દ્વારા બાકી વેરો વસુલવા કડક કાર્યવાહી

રાજકોટ,તા.૨૦: મ્યુ.કોર્પોરેશનની આવકનો મુખ્ય સ્ત્રોત એવી વેરાશાખાને ચાલુ નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯નો રૂ. ૨૨૫ કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે બાકી વેરો વસુલવા દરરોજ ઉપરોકત ત્રણેય ઝોનના વિવિધ વિસ્તારોમાં સીલીંગ, નળ કપાત, મિલ્કત જપ્તીની નોટીસ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે આજે વેરા શાખા દ્વારા સેન્ટ્રલ, વેસ્ટ તથા ઇસ્ટ ઝોન સહિતનાં વિસ્તારો માંથી ૧૪ મિલ્કત સીલ તથા ૨ નળ કનેકશન કપાત કરવામાં આવ્યા હતા. આજે ત્રણેય ઝોનમાં રૂ.૫૧ લાખની વસુલાત થવા પામી હતી.                  

સેન્ટ્રલ ઝોન

સેન્ટ્રલઝોનની વેરા શાખા દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ની બાકી મિલ્કત વેરા વસુલાત ઝુંબેશમાં શાસ્ત્રી મેદાન સામે આવેલ એવરેસ્ટ બિલ્ડીંગ અને મોટી ટાંકી ચોક પાસે આવેલ યોગી ટાવર બિલ્ડીંગનો પાણી વેરો વસુલવા બિલ્ડીંગનાં નળ કનેકશન કરવામાં આવ્યા હતા. તેમજ સુરભી કોમપ્લેક્ષમાં ૩ , પરમેશ્વર વિસ્તારમાં ૨ સહિત કુલ ૧૪ મિલ્કતનો વેરો વસુલવા મિલ્કત સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વિસ્તાર માંથી રૂ. ૧૨ લાખની વસુલાત થવા પામી છે.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, વોર્ડ ઓફીસર ધૈર્યભાઇ જોષી, આરતીબેન નિમ્બાર્ક, હેમાન્દ્રીબા ઝાલા, ફાલ્ગુનીબેન કલ્યાણી, કેતન સંચાણિયા તથા ટેકસ ઇન્સપેકટરશ્રી કમલેશભાઇ ઠાકર, મુકેશભાઇ ખંધેડીયા, નિતિનભાઇ ખંભોળિયા, જયોતિભાઇ ખંભોળિયા, જયેશભાઇ પંડ્યા તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી કગથરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

વેસ્ટ ઝોન

વેસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા નાનામવા, પારિજાત એપાર્ટમેન્ટ, રામ વિહાર સોસાયટી, વાવડી વિસ્તારમાંથી આજ રોજ કુલ રકમ રૂ. ૩૨.૩૪ લાખની વસુલાત કરવામાં આવેલ છે.

આ કામગીરી સહાયક કમિશનરશ્રી (વેસ્ટ ઝોન) ના માર્ગદર્શન હેઠળ, લગત વોર્ડ નાં આસી. મેનેજરશ્રીઓની સુચનથી ટેકસ ઇન્સપેકટર ગિરિશભાઇ બુધ્ધ્દેવ, વશરામભાઇ કણઝરિયા, હિતેષ મહેતા, વી. આર. પરમાર, નિલરત્ન પંડ્યા, જે.બી.પાતળિયા તેમજ રિકવરી કલાર્ક  દેવાભાઇ રાઠોડ, રાજેશ નૈયા, ભરત વાંક, તુષાર સોલંકી અને વિપુલ કમેજળિયા દ્વારા કરવામાં આવી.   

પુર્વ ઝોન

ઈસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા કોઠારીયા, કુવાડવા રોડ, મોરબી રોડ, પેડક રોડ, માર્કેટીંગ યાર્ડ, આજી વસાહત સહિતનાં વિસ્તારમાં આવેલ કુલ ૬૬ મિલ્કતોને સીલીંગ કરતા  રૂ. ૧૭.૦૮ની વસુલાત થવા પામી છે.

આ કામગીરી આસિ. કમિશનર (પૂર્વ ઝોન), આસી મેનેજર(પૂર્વ ઝોન) એમ.ડી.ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરશ્રી ની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, બી.આઇ.ભટ્ટ્ અને એચ. કે. કાપડીયા વિ. દ્વારા આસી. કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી.

(3:26 pm IST)
  • મોડીરાત્રે રાજકોટમાં શક્તિ ઉર્ફે પેંડાનો સાગરીત પાર્થરાજ ઉર્ફે ગટુ જાડેજાની કરપીણ હત્યા :પુનિતનગર પાણીના ટાંકા પાસે પાર્થરાજસિંહ જાડેજાની કરપીણ હત્યા :પેટ અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા ;આરોપી ધર્મેન્દ્રસિંહ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર :150 ફૂટ રિંગ રોડ પર પુનિતનગર કર્મચારી સોસાયટીમાં શેરી ન,1માં રહેતો 24 વર્ષીય પાર્થરાજસિંહ હરદેવસિંહ જાડેજાની પુનિતનગર પાણીના ટાકા સામે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા access_time 11:25 pm IST

  • પાકિસ્તાની નેતાએ હિંદુઓ વિરુદ્ધ ઓક્યું ઝેર :કહ્યું હિન્દૂ અમારા સૌથી મોટા દુશ્મન છે :પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા શેર આઝમ વજીરે વિધાનસભામાં જ હિંદુઓને પોતાના સૌથી મોટા દુશ્મન ગણાવ્યા :પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંત વિધાનસભામાં આઝમ વજીરે કહ્યું કે પાકિસ્તાનના સૌથી મોટા દુશ્મન હિન્દૂ છે :આ નિવેદન બાદ વિધાનસભામાં હિન્દૂ નેતા રવિકુમાર અને રંજીત સિંહે જબરો વિરોધ કરીને સદનથી બહાર ચાલ્યા ગયા access_time 12:30 am IST

  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST