Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

પત્નિ સાથે ચડભડ થતાં થાનમાં દેવરાજ કોળીએ ઝેર પી જિંદગીથી છેડો ફાડ્યો

રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ માસુમ પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૨૦: થાનગઢમાં ધોરી તલાવડી પાસે રહેતાં દેવરાજ રવજીભાઇ ખસીયા (ઉ.૨૫) નામના કોળી યુવાને થાનમાં ઓપેક્ષ નામના કારખાને હતો ત્યારે ઝેરી દવા પી લેતાં થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાત્રે દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાયો હતો.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને ધર્મેશભાઇ ડાંગરે થાન પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર દેવરાજ ત્રણ ભાઇમાં વચેટ હતો અને કારખાનામાં મજૂરી કરતો હતો. તેના પિતા રવજીભાઇ પથારીવશ છે. દેવરાજના સગાના કહેવા મુજબ દેવરાજ અને તેના પત્નિ અનુબેન વચ્ચે કામ બાબતે ચડભડ થતાં તેને માઠુ લાગી જતાં આ પગલુંભ ર્યુહ તું. દેવરાજના આપઘાતથી ચાર વર્ષના પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. (૧૪.૫)

(11:42 am IST)