Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

કોઠારીયા રોડ વિસ્તારમાં પાણી ચેકીંગ ટીમ પર હુમલો

રાજકોટ, તા. ૨૦ :. કોર્પોરેશનના કર્મચારી ઉપર હુમલાના બનાવો બનતા હોય છે. દરમિયાન બે દિવસ પહેલા કોઠારીયા વિસ્તારના વિવેકાનંદનગરમાં પાણી ચેકીંગ ટીમના કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે પાણી ચેકીંગ સમયે વિજીલન્સ પોલીસ બંદોબસ્ત આપવા કર્મચારીઓ દ્વારા મેયર ડો. જૈમન ઉપાધ્યાયને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે મેયરે યોગ્ય કરવા ખાત્રી આપી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ઉનાળાના દિવસોમાં શહેરમાં થતી પાણી ચોરી અટકાવવા કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારમાં ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે બે દિવસ પહેલા વોર્ડ નં. ૧૬ના વિવેકાનગરમાં પાણી ચેકીંગ ટીમ દ્વારા પાણી ચોરી અટકાવવા ચેકીંગ કરવામાં આવ્યુ હતું. આ ચેકીંગ ટીમ દ્વારા આ વિસ્તારમાં ચેકીંગ ટીમના ફીટરના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલાના ઘેરા પડઘાઓ કોર્પોરેશનમાં પડયા છે. આ અંગે કર્મચારીઓ દ્વારા ગઈકાલે મેયરને રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે, પાણી ચેકીંગ સમયે કર્મચારીઓને વિજીલન્સ બંદોબસ્ત આપવામાં આવે જેથી આવી ઘટના થવા પામે નહિ. આ અંગે મેયરે યોગ્ય કરવા ખાત્રી આપી હતી.(૨-૨૪)

(3:55 pm IST)