Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

કરદાતાઓની સુગમતા માટે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની વેબસાઇટમાં 'Carpet Area Calculation' નામની ટેબ મુકાઇ

રાજકોટ તા. ૨૦ :મહાનગરપાલિકા દ્વારા નવા નાણાંકીય વર્ષથી મિલકત વેરા આકારણીની પરંપરાગત પદ્ઘતિના સ્થાને નવી કાર્પેટ એરિયા બેઇઝડ વેરા આકારણી પદ્ઘતિ અમલમાં આવી રહી છે ત્યારે કરદાતાઓની સુગમતા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર  “Carpet Area Calculation” નામક ટેબ મુકવામાં આવેલ છે. જેની મદદથી કરદાતાઓ વિવિધ ત્રણ પ્રકારે પ્રોપર્ટી સર્ચ કરી કાર્પેટ એરિયા અંગેની વિગતો પ્રાપ્ત કરી શકશે, આ ઉપરાંત તેમાં કશો વાંધો હોય તો તે પણ રજુ કરી શકાશે તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

આ અંગે કમિશનર બંછાનીધિ પાનીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાની મિલકત વેરા પદ્ઘતિમાં આમૂલ પરિવર્તન અપનાવી રહયા છીએ એવા સંજોગોમાં નાગરિકોને તેમના મિલકત વેરાની બાબતમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે વહીવટી તંત્ર સજાગ અને કર્તવ્યબદ્ઘ છે.

રાજકોટ મહાનગરપાલિકાની વેબ સાઈટ www.rmv.gov.in ના પર હોમ પેજ પર જ “Carpet Area Calculation” નામની ટેબ મુકવામાં આવેલ છે. જેના પર કિલક કરતાં જુદા જુદા ત્રણ પ્રકારે નીચે મુજબ પ્રોપેર્ટી સર્ચ કરી શકાય છે.

(૧) Search By Mobile No :અરજદારના મોબાઈલ નંબર જો સરવે સમયે રજીસ્ટર કરાવેલ હોય તો તેના આધારે પ્રોપર્ટી સર્ચ કરી શકાય છે. 

(૨)  Search By Property No :અરજદાર પાસે જો પોતાના પ્રોપર્ટી નંબર હોય તો તેના આધારે પ્રોપર્ટી સર્ચ કરી શકાય છે. 

(૩) Search By Name and address :અરજદાર પાસે જો પોતાના પ્રોપર્ટી નંબર ન હોય અને સરવે સમયે  મોબાઈલ નંબર પણ રજીસ્ટર કરાવેલ ન હોય તો વોર્ડ નંબર, નામ તથા સરનામાને આધારે પ્રોપર્ટી સર્ચ કરી શકાય છે.

ઉપરોકત પ્રકારે પ્રોપર્ટી સર્ચ કરતા અરજદારની પ્રોપર્ટીની સામેના 'Detail' બટન પર કિલક કરતા પ્રોપર્ટીની કાર્પેટ એરીયાની વિગતવાર માહિતી ઉપલબ્ધ થશે. તેની નીચે રહેલા “Raise Objection”  પર કિલક કરતાં તે પ્રોપર્ટીની ગણતરીની સામે ઓબ્જેકશન ( વાંધો ) લઇ શકાશે.(૨૧.૩૫)

 

(3:52 pm IST)