Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

વેરા શાખા આક્રમકઃ ગુજરાત રૂરલ હાઉસીંગ બોર્ડના ૧૯ કવાર્ટરના નળ કનેકશન કપાયા

રાજકોટ :. મ્યુનિસિપલ કોર્પોરેશનની વેરા શાખા દ્વારા મિલ્કત વેરા વસુલાત ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે વેસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા વોર્ડ નં. ૧૦માં ચિત્રકુટધામ સામે આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના ૧૯ કવાર્ટરનો બાકી વેરો વસુલવા નળ કનેકશન કાપવામાં આવ્યા છે. જ્યારે સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા કિસાનપરા ચોકમાં આવેલ કોસ્મો કોમ્પલેક્ષની ૬ ઓફિસોનો બાકી વેરો વસુલવા સીલ કરવામાં આવી છે. આજે ૭.૫૯ લાખની વસુલાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઈસ્ટ ઝોનના આશ્રમ રોડ, સંત કબીર રોડ, આજી જીઆઈડીસી, કુવાડવા રોડ સહિતના વિસ્તારોમાં બાકી વેરો વસુલવા ૩૦ મિલ્કતોને તાળા માર્યા છે. આ ઝોન દ્વારા ૧૫.૩૦ લાખની વસુલાત થવા પામી છે.(૨-૨૭)

(3:51 pm IST)