Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

સામાકાંઠે શ્રીખંડ, બરફી, કાજુ કતરી સહિતની ૪૬૭૦ કિલો વાસી મીઠાઇનો નાશ

મનહર સોસાયટીમાં ખોડીયાર ડેરી ઉત્પાદન કેન્દ્રમાં આરોગ્યના દરોડાઃ જુની,પરત આવેલી તથા કેમીકલ યુકત મિઠાઇ વેંચવાનુ કારસ્તાનઃઆ કેન્દ્રમાં ફુગ-જીવાત જોવા મળીઃ નોટીસ ફટકારાયઃ શ્રીખંડ-મીઠાઇના નમૂના લેવાયા

રાજકોટ,તા.૨૦:મ્યુનિ. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરના આર.ટી.ઓ વિસ્તારનાં મનહર સોસાયટીમાં આવેલ મહેશ લીંબાસીયાનાં ખોડીયા ડેરી ઉત્પાદન કેન્દ્રમાં ચેકીંગ કરવામાં આવતા શ્રીખંડ, દુધીનો હલવો, બરફી, કાજુ કતરી તથા મીઠા લાટો સહિતની રૂા.૭ લાખ કીંમતની ૪૬૭૦ કિલો મીઠાઇઓ છ મહિનાથી વધારે જુની અને  પરત આવેલી મીઠાઇનો ઉપયોગ, કેમીકલ કલરનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યુ હતુ. તમામ અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉત્પાદન કેન્દ્રમાં જીવાત અને ફુગ જોવા મળ્યા હતા. ફુડ લાઇન્સ  ન  હોવાથી નોટીસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત  કેશર શ્રીખંડ અને બંગાળી મીઠાઇ સહિત બે નમુના લઇ રાજય સરકારની વડોદરા સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ અંગે મ્યુનિ. કોર્પોરેશનાનાં આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડનાં જણાવ્યા પ્રમાણે  રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા લોકોના જાહેર જન આરોગ્યના હિતાર્થે તથા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના નિયમો હેઠળ ઉનાળાની ઋતુમાં રોગચાળાનાં અટકાયતી પગલા માટે સઘન ફૂડ ચેકીંગ ઝુ઼ંબેશ હાથ ધરેલ છે. જે અન્વયે આજ સવારે સંતકબીર રોડ પર છેલ્લા બે વર્ષથી ખોડીયાર ડેરીનો ધંધો કરતા મીઠાઇના ઉત્પાદન તથા કોલ્ડ સ્ટોરેજમાં ફરીયાદના આધારે મહેશ છગનભાઇ લીંબાસીયાના મનહર સોસાયટી શેરી નં. ૯માં આવેલ ચેકીંગ કરવામાં આવ્યું હતું.

 આ ચેકીંગ દરમિયાન ઉત્પાદન કેન્દ્રનું સ્થળ બીનઆરોગ્યપ્રદશ કાજુકતરી ભંગાર ટેબલ પર વેસ્ટના રૂમાં રાખવામાં આવી મીઠો માવો બનાવી ઉપર ચાદર ઢાંકેલ હતી. ઉપયોગમાં લેવાતા વાસણો બિન આરોગ્યપ્રદ હતા. મલાઇનો ખુબ મોટો જથ્થો સંગ્રહેલ છે જમાં ફુગ થઇ ગયો હોવાનું જોવા મળ્યું હતું.

ઉત્પાદન કેન્દ્રમાં ઉંદર તથા અન્ય જીવાત જોવા મળી હતી. દરેક જગ્યાએ બિનજરૂરી વેસ્ટ/ ભંગારની તથા ખાદ્યસામગ્રી સાથે રાખેલ હતી.

આ ઉપરાંત કોલ્ડ સ્ટોરેજમાં મીઠો માવાના લાટા-૧૬૦૦ કિ. ગ્રામ લાટા છ માસથી વધારે જુનો તથા ફૂગ થઇ ગયેલો છે. દૂધનો હલવો ૧૬૦ કિ.ગ્રા. (અંદાજીત દિવાળી વખતનો ચાર માસ જુનો  બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં જોવા મળેલ છે) શ્રીખંડ ૧ર૦૦ કિ.ગ્રા. રાજભોગ તથા કેશર શ્રીખંડ કે જેમાં ઓછી માત્રાવાળો તથા હલકી ગુણવતાવાળો કેમીકલ કલરવાળો અને બિનઆરોગ્યપ્રદ વાસણોમાં સંગ્રહેલ શ્રીખંડી તથા પ૦૦ કિ.ગ્રા. પ્રસંગમાંથી પરત આવેલ મીઠાઇ પ્રસંગ બાદની પરત આવેલી જુદી જુદી મીઠાઇના ટુકડા બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં જોવા મળ્યા હતા.

ર૦૦ કિ.ગ્રામ માવો. ફૂગ થઇ ગયેલ અને વાસી માવો ૧ર૦ કિગ્રા-કાજુકતરી (ટેબલ ઉપર પાથરેલ બિનઆરોગ્ય પ્રદ કાજુ કતરી) ૯૦૦કિ.મા. જેટલી મલાઇ ફુગવાળી  તથા અનહાઇજી રીતે સંગ્રહ કરેલ સહિત કુલ ૬૭૦ કિલો બિનઆરોગ્યપ્રદ બગડી ગયેલ માનવ આરોગ્ય માટે હાનીકારક અંદાજીત ૭ લાખથી વધારે મીઠાઇનોે નાશ કરેલ છે બિનઆરોગય પ્રદ સ્થિતિ તથા લાઇસન્સ ન હોવા અંગે નોટીસ આપવામાં આવી છે આ ઉપરાંત (૧) કેશર શ્રીખંડ, બંગાળી મીઠાઇ સહિતના ઉપરોકત બિનઆરોગ્યપ્રદ મીઠાઇ ખાવાથી ઝાડા-ઉલ્ટી, ફૂડ પોઇઝીંગ, કોલેરા મરડો તથા ટાઇફોડ જેવી બિમારી થઇ શકે છે તેમાં અંતમાં ડો. રાઠોડે જણાવ્યું હતું. બે નમૂના લેવામાં આવ્યા હતા. (૯.૧ર)  

 

(2:57 pm IST)