Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

જુનાગઢ પંથકની નર્સ પર રાજકોટની હોટેલ તેમજ હોસ્પિટલના બાથરૂમમાં બળાત્કાર

સાથે નોકરી કરતાં નર્સિંગ સ્ટાફના યુવાનના પરિણીત મિત્ર સાથે યુવતિને પરિચય થતાં પ્રેમજાળમાં ફસાવી સર્વસ્વ લૂંટી લીધું:પ્રેમજાળમાં ફસાવનાર રાજેશ ચુડાસમા મુળ મેંદરડાના સિમાંશીનો વતનીઃ રાજકોટની હોસ્પિટલમાં ઓ.ટી. આસીસ્ટન્ટઃ સતત શંકા કરી મારકુટ પણ કરતોઃ મહિલા પોલીસે ગુનો નોંધી સકંજામાં લીધોઃ રાજેશે કહેલું-મારી સાથે બ્લેકમેઇલ કરી એક છોકરીએ લગ્ન કર્યા છે, તેને છુટાછેડા આપી તારી સાથે પરણી જઇશઃ બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકીઃ યુવતિ ગામડે જતી રહી તો ફોન-મેસેજ કરી પાછી આવી જવા ધમકાવીઃ તેણીએ પોતાનો ફોન તોડી નાંખ્યો તો તેના માતાના ફોનમાં મેસેજ ઠપકાર્યા!

રાજકોટ તા. ૨૦:શહેરમાં બળાત્કારની વધુ એક ઘટના સામે આવી છે. જુનાગઢ જીલ્લાની રહેવાસી અને રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી ૨૬ વર્ષની એક યુવતિનું છેલ્લા બે વર્ષ દરમિયાન મુળ મેંદરડાના સિમાંશી ગામના અને હાલ રાજકોટ સોમનાથ સોસાયટી-૧/૫માં રહેતાં રાજેશ દેવજીભાઇ ચુડાસમા (ઉ.૨૬) નામના વણકર શખ્સે શારીરિક શોષણ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આ શખ્સને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે. આ શખ્સ પરિણીતી છે અને એક સંતાનનો પિતા છે તેમજ ખાનગી હોસ્પિટલમાં ઓ.ટી. આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. નર્સને પ્રેમજાળમાં ફસાવી હોટેલમાં તેમજ હોસ્પિટલના બાથરૂમમાં બળજબરી કર્યાની તેમજ સાથે પાડેલા બિભત્સ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપ્યાની ચોંકાવનારી વિગતો ફરિયાદમાં જણાવાઇ છે.

 

મહિલા પોલીસે યુવતિની ફરિયાદ પરથી રાજેશ ચુડાસમા સામે આઇપીસી ૩૭૬, ૫૦૭, ૩૨૩ મુજબ ગુનો નોંધ્યો છે. ભોગ બનેલી યુવતિએ પોલીસ સમક્ષ વિતક વર્ણવતા જણાવ્યું છે કે મારા પિતા ખેતી કરે છે. અમે પાંચ બહેનો અને ત્રણ ભાઇઓ છીએ. હું ધોરણ-૧૨ સુધી ભણેલી છું. આઠેક વર્ષ પહેલા હું રાજકોટની એક હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. આ હોસ્પિટલમાં જયેશ નામનો યુવાન નર્સિંગ સ્ટાફમાં જ નોકરી કરતો હોઇ તેને મળવા માટે તેનો મિત્ર રાજેશ દેવજીભાઇ ચુડાસમા અવાર-નવાર આવતો હોઇ જેથી આજથી આશરે પાંચેક વર્ષ પહેલા મારે અને રાજેશને પરિચય-મિત્રતા થતાં તે મારી સાથે અવાર-નવાર ફોનમાં વાત કરતો હતો. મેં પાંચ વર્ષ નોકરી કરી હતી. બાદથી રાજેશ મને ફરવા પણ લઇ જતો હતો. તેણે મને વાત કરી હતી કે એક છોકરીએ તેને બ્લેકમેઇલ કરી તેની સાથે મેરેજ કર્યા છે અને તે તેની સાથે છૂટાછેડા લેવાનો છે અને મારી સાથે લગ્ન કરી લેવાનો છે.

આવી વાત બાદ આજથી બે વર્ષ પહેલા રાજેશ મને રાજકોટની જ એક હોસ્પિટલમાં નોકરીએ રખાવી હતી. બાદમાં એક રાત્રે અગિયારેક વાગ્યે રાજેશ મને મોરબી રોડ પરની એક હોટેલમાં લઇ ગયો હતો અને મારી ઇચ્છા વિરૂધ્ધ તેણે શરીર સંબંધ બાંધ્યો હતો અને અમારા બંનેના બિભત્સ ફોટા પણ પાડી લીધા હતાં. બીજા દિવસ સવાર સુધી અમે હોટેલમાં રોકાયા હતાં. એ પછી હું બપોરના સમયે હોસ્પિટલમાં નોકરી પર હતી ત્યારે રાજેશ આવ્યો હતો અને બળજબરીથી હોસ્પિટલના બાથરૂમમાં જ ત્રણ-ચાર વખત મારી સાથે શરીર સંબંધ બાંધી લીધા હતાં. મેં તેને ફિઝીકલ રિલેશન રાખવાની ના પાડતાં તેણે ઝઘડો શરૂ કર્યો હતો અને કહેવા લાગેલ કે 'તારે બીજા છોકરા સાથે લફરા છે એટલે તું આવુ બોલે છે'. આવી વાત કરી તેણે મને માર પણ માર્યો હતો. થોડા દિવસ પછી મને મોબાઇલમાં મેસેજ કરી સોરી કહ્યું હતું. હું કોઇની સાથે બોલુ તે રાજેશને ગમતું નહોતું. મારા પર સતત શંકાઓ કરતો હતો. જેથી મેં રાજેશે જે હોસ્પિટલમાં નોકરી અપાવી હતી એ નોકરી છોડી દીધી હતી.

એકાદ વર્ષ પહેલા મારા સગામાં મેરેજ હોઇ જેથી હું ગામડે ગઇ હતી અને ત્રણેક મહિના રોકાઇ હતી. રાજેશે ત્યારે પણ ફોન તથા મેસેજ કરી કહેલ કે તું રાજકોટ નહિ આવ તો બિભત્સ ફોટા તારા ભાઇને મોકલી દઇશ તેમ કહી ધમકી આપી હતી. છ મહિના પહેલા હું રાજકોટ આવી હતી. અહિ હું જ્યાં રહેતી હતી ત્યાં પણ રાજેશ અવાર-નવાર મને મળવા આવતો હતો. તેમજ જો હું મળવાની ના પાડુ તો ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો. રાજેશ મારો તમામ ખર્ચ આપતો હતો. એક વખત તેણે મને માર મારી ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ કારવી હતી. એ પછી હું થોડા ઘ્વિસ ગામડે જઇ આવું પછી આવી જઇશ તેમ કહી ગામડે જતી રહી હતી. છેલ્લા વિસેક દિવસથી હું ગામડે રહેતી હતી. એ વખતે પણ રાજેશ મેસેજ મોકલતો હતો. મને માતા-પિતાની બીક લાગતાં મેં મારો મોબાઇલ ફોન તોડી નાંખતાં તેણે મારા મમ્મીના મોબાઇલમાં મેસેજ કરી ફોન પણ કર્યા હતાં. અંતે મેં મારા ઘરના સભ્યોને વાત કરતાં અમે ફરિયાદ નોંધાવી છે.

મહિલા પોલીસ મથકના પી.આઇ. પી. બી. શાપરાની રાહબરીમાં પી.એસ.આઇ. એચ. ડી. સોલંકી, સુધાબેન, હાજીભાઇ, ગઢવીભાઇ સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે. (૧૪.૭)

(2:39 pm IST)