Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

હનીફ ઘોડીના સાગ્રીત તનીયાએ હવે આજીડેમની હદમાં 'ઘોડીપાસા'નો પાટલો ચાલુ કર્યોઃ ૭ ઝડપાયા-૪ ભાગ્યા

આજીડેમ પોલીસે તન્વીર ઉર્ફ તનીયો શીશાંગીયા સહિતને પકડી ૧,૧૪,૦૦૦ની રોકડ કબ્જે લીધી

રાજકોટ તા. ૨૦:જંગલેશ્વરના હનીફ ઘોડીના સાગ્રીત તન્વીર ઉર્ફ તનીયાએ આજીડેમ પોલીસની હદમાં શરૂ કરેલા ઘોડીપાસાના પાટલા પર દરોડો પાડી તેના સહિત ૭ને પકડી લેવાયા છે. ચાર શખ્સો ભાગી ગયા હતાં.

 

આજીડેમ પોલીસે આજીડેમની પાછળ આવેલા આવડમાની ધાર નીચે બાવળના ઝાડ પાસે જંગલેશ્વરના નામચીન હનીફ ઘોડીના સાગ્રીત તન્વીર ઉર્ફ તનીયો રફિકભાઇ શીશાંગીયા (ઉ.૩૭)એ શરૂ કરેલા ઘોડીપાસાના પાટલા પર દોરડો પાડી તેને તથા બીજા ૬ શખ્સોને પકડી લઇ રૂ. ૧,૧૪,૦૦૦ રોકડા અને બાઇક તથા ઘોડીપાસા કબ્જે લીધા છે. દરોડો પડતાં બીજા ચાર શખ્સો ભાગી ગયા હતાં. તન્વીર અગાઉ ક્રાઇમ બ્રાંચ અને ભકિતનગર પોલીસે ઘોડીના પાટલા પકડ્યા ત્યારે પણ પકડાયો હતો. ભકિતનગર પોલીસની ભીંસ વધતા આજીડેમની હદમાં પાટલો શરૂ કર્યો હતો.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી ઝોન-૧ બલરામ મીના તથા એસીપી બી. બી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.આઇ. પી.એન. વાઘેલા, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, શૈલેષભાઇ નેચડા, શૈલેષભાઇ ભીંસડીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મહિપાલસિંહ અને કનકસિંહને મળેલી બાતમી પરથી આજીડેમ પાછળ દરોડો પાડી જંગલેશ્વરના તન્વીર ઉર્ફ તનીયો તેમજ દેવભુમી દ્વારકા ત્રણબત્તી ચોકમાં રહેતાં સંજય દામોદરભાઇ વિઠ્ઠલાણી (ઉ.૪૫), સદર બજાર ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતાં મનોજ દેવજીભાઇ શીંગાળા (ઉ.૩૦), રાજેશ કિશોરભાઇ ગોહેલ (ઉ.૩૨), વાંકાનેરના લક્ષ્ીમનગરમં રહેતાં અફઝલ અલીભાઇ લાખા (ઉ.૨૭), જંગલેશ્વર-૫ના રફિક હુશેનભાઇ કુરેશી (ઉ.૩૮) તથા નુરાનીપરાના જાહીદ અલાદભાઇ વીસળ (ઉ.૩૪)ને પકડી લઇ રૂ. ૧,૧૪,૦૦૦ રોકડા તથા બે નંગ ઘોડીપાસા અને ૩૦ હજારનું બાઇક કબ્જે લેવાયા હતાં.

દરોડો પડતાં જંગલેશ્વરનો હબીબ ઉર્ફ બાડો કાળુભાઇ ઠેબા, વેલનાથપરાનો સંજય ઉર્ફ ભાણો, મવડી નામનો એક શખ્સ તથા મનદીપ પટેલ નામનો શખ્સ ભાગી ગયા હોઇ તેની શોધખોળ થઇ રહી છે. (૧૪.૧૦)

(2:37 pm IST)