Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

એએસઆઇ, હેડકોન્સ. અને ૭ કોન્સ.ની ક્રાઇમ બ્રાંચ તથા એસઓજીમાં નિમણુંક

પોલીસ કમિશ્નરે જુદા-જુદા ડિવીઝનના કર્મચારીઓનો ઓર્ડર કર્યો

રાજકોટ તા. ૨૦:પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે જુદા-જુદા પોલીસ મથકો અને ટ્રાફિક બ્રાંચમાં ફરજ બજાવતાં ૧૦ કર્મચારીઓની ક્રાઇમ બ્રાંચ તથા એસઓજીમાં નિમણુક કરી છે. જેમાં એક એએસઆઇ, એક હેડકોન્સ્ટેબલ અને સાત કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.

જાણવા મળ્યા મુજબ પ્ર.નગરના એએસઆઇ રણજીતસિંહ આણંદસિંહ, ગાંધીગ્રામના હેડકોન્સ. પ્રતાપસિંહ દૈવતસિંહને ક્રાઇમ બ્રાંચમાં મુકાયા છે. આ ઉપરાંત જે સાત કોન્સ્ટેબલની નિમણુંક થઇ છે તેમાં ટ્રાફિક બ્રાંચના શોૈકતખાન અબ્દુલગની, ભકિતનગરના પુષ્પરાજસિંહ મહેન્દ્રસિંહ, યુનિવર્સિટીના યોગેન્દ્રસિંહ દશરથસિંહ, પ્ર.નગરના અજીતસિંહ જૈમલભાઇ, બી-ડિવીઝનના સંજયભાઇ રમેશભાઇ, તાલુકાના અરજણભાઇ અભરામભાઇને ક્રાઇમ બ્રાંચમાં તથા ગાંધીગ્રામના જીજ્ઞેશભાઇ મનુખભાઇ તથા ટ્રાફિકના ગિરીરાજસિંહ નિર્મળસિંહની એસઓજીમાં નિમણુંક કરવાનો હુકમ થયો છે.

 

(2:36 pm IST)