Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

ભાડલા પાસે પેટ્રોલપંપના સંચાલક નીતેષભાઇ પટેલ પર ૬ શખ્સોનો હુમલો

નીતેષભાઇના પુત્ર તથા ભાઇ અને ભત્રીજાને સહકારી દુધની ડેરીના માણસો સાથે માથાકૂટ થઇ 'તીઃ સુરેશ કાકડીયા, ધવલ કાકડીયા તથા ૪ અજાણ્યા સામે રાયોટનો ગુનો

રાજકોટ તા.૨૦:ભાડલામાં અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી ભંડારી રોડ પર આવેલ પેટ્રોલ પંપના પટેલ સંચાલકને છ શખ્સોએ ધારીયુ, લાકડી તથા પાઇપ વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ભાડલામાં રહેતા નીતેષભાઇ ઘુસાભાઇ પટેલ (ઉ.વ.૪૮) ગઇકાલે ભંડારી રોડ પર આવેલ પોતાના એસ.આર.પેટ્રોલ પંપમાં હતા. ત્યારે ગામમાંજ રહેતા સુરેશ મોહનભાઇ કાકડીયા, ધવલ સુરેશ કાકડીયા તથા તેની સાથે ચાર અજાણ્યા શખ્સો ફોરચ્યુનર કારમાં ઘસી આવ્યા હતા. અને ધારીયુ,લાકડી તથા લોખંડના પાઇપ વડે નીતેષભાઇને મારમારી માથામાં ઇજા કરી ભાગી ગયા હતા. બાદ નીતેષ ભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં નિતેષભાઇના પુત્ર તથા તેનાભાઇ અને ભત્રીજાને સુરેશ કાકડીયાની સહકારી દૂધની મંડળીના કર્મચારીઓ સાથે બોલાચાલી થઇ હતી તે બાબતનો ખારરાખી હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે આ અંગે ભાડલા પોલીસે નીતેષભાઇ પટેલની ફરિયાદ પરથી છ શખ્સો વિરૂધ્ધ રાયોટની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીએસઆઇ આર.એ.ઝાલાએ તપાસ આદરી છે.(૧.૧૧)

(2:35 pm IST)