Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

કમળનું બટન દબાવી ભાજપને જવલંત જીત અપાવજો : કોટક-કાનગડ-ઉપાધ્યાય-શુકલ

રાજકોટ તા. ૨૦ : કાલે મતદાનનો અમુલો અવસર છે. ત્યારે કમળનું બટન દબાવી ભાજપને જીત નહીં, જવલંત જીત અપાવવા ભાજપના આગેવાનો જનકભાઇ કોટક, ઉદયભાઇ કાનગડ, ડો. જયમનભાઇ ઉપાધ્યાય, કશ્યપભાઇ શુકલે અપીલ કરી છે.ભાજપના શાસનમાં રાજકોટે વિકાસની ગતિ પકડી છે. એઇમ્સ, એરપોર્ટ, બ્રોડગેજ સહીતની સુવિધાઓ પ્રાપ્ત થઇ છે. સ્માર્ટ સીટી તરીકે ઉભરી રહેલ રાજકોટને વધુ રણીયામણું બનાવવા મહાનગરપાલીકામાં ફરી ભાજપનો ભગવો લહેરાવવા આ આગેવાનોએ સંયુકત યાદીમાં અપીલ કરી છે.

(3:44 pm IST)