Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

મ.ન.પા.ની મતદાર યાદી ૧૮ વોર્ડની ઓફીસો તથા અન્ય ૬ સ્થળે જોવા મળશે

મતદારો માટે હેલ્પલાઇન નં. ૦ર૮૧-રરર૧૬ર૦ તથા ૦ર૮૧-રર૩૦૧૬૦: સવારે ૧૧ થી ૬ જાણકારી અપાશે

રાજકોટ, તા., ૧૯: રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી ૨૦૨૧ માટે  મતદાન મથકોની યાદી રાજય ચુંટણી પંચની ગાઇડલાઇન વિવિધ સ્થળોએ પ્રસિધ્ધ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરના રહીશોની જાણ માટે કચેરીના સમય દરમ્યાન મતદાન મથકોની યાદી (૧)શહેર ચુંટણી અધિકારી  રાજકોટ મહાનગરપાલિકા અને કલેકટરશ્રી રાજકોટની કચેરીની નોટીસ બોર્ડ ઉપર અને(૨) જેતે મહાનગરપાલીકાની કચેરીના નોટીસ બોર્ડ ઉપર (૩) શહેર વિસ્તારના મામલતદારશ્રીની કચેરીના નોટીસ બોર્ડ પર તેમજ(૪) મનપાના વોર્ડ ઓફિસના નોટીસ બોર્ડ પર (૫) જાહેર પુ્સ્તકાલયમાં તથા અન્ય જાહેર સ્થળ ઉપર(૬) વોર્ડ કે વોર્ડોના ચુંટણી અધિકારીની કચેરીના નોટીસ બોર્ડ ઉપર જોવા મળી શકશે. રાજકોટ શહેરના નાગરીકોએ પોતાને કયા મતદાન મથક પર મત આપવા જવાનું તથા મતદાર યાદીમાં નામ કયા વોર્ડ ભાગ ક્રમ નંબર પર નોંધાયેલ છે તેની મતદારોને જાણકારી આપવા રાજકોટ મહાનગરપાલીકાની ચુંટણી શાખા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે જેનો નંબર ૦૨૮૧પ્ર૨૨૨૧૬૨૦,૦૨૮૧પ્ર૨૨૩૦૧૬૦,૦૨૮૧પ્ર૨૨૩૦૧૬૧,૦૨૮૧પ્ર૨૨૩૦૧૬૩ છે.જેનો સમય સવારે ૧૧ કલાક થી સાંજે ૬ કલાક સુધી રહેશે. મતદારો તેમના વોર્ડ ભાગ ક્રમ નંબર તથા તેમનું મતદાન મથક જાણી શકે એ હેતુસર રાજય ચુંટણી આયોગ ગાંધીનગર દ્વારા તેમની વેબસાઇટ sec.gujarat.gov.in પર ઓનલાઇન હેલ્પ લાઇન મુકવામાં આવેલ છે.

(3:41 pm IST)