Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

સિવિલમાં કોરોના દર્દીની સારવાર કરતા ૩૪ લોકોને બે મહિનાથી પગાર નથી મળ્યો : કલેકટર કચેરીએ દોડી આવ્યા

બે દિવસથી ખાધુ નહિ હોવાની ફરીયાદ : ભારે દેકારો : કોન્ટ્રાકટર- ર મહિનાનો પગાર લઇને છૂ...

રાજકોટ, તા. ર૦ : કોવીડમાં યુપીથી રર અને એમપી થી ૧ર લોકો કામ માટે આવ્યા હતા. આ ૩૪ લોકો કોન્ટ્રાકટ બેઇઝ ઉપર સિવિલમાં કોરોના દર્દીઓની સારવાર અંગે ફરજ ઉપર રહ્યા હતા.

દરમિયાન છેલ્લા ૬ મહિનાથી ફરજ બજાવતા આ લોકો પોતાના બેગ-બીસ્તરા સાથે આજે કલેકટર કચેરીએ બપોરે ૧ વાગ્યે દોડી આવ્યા હતા. આ લોકોએ જણાવ્યુ હતું કે છેલ્લા ર મહિનાથી અમને કોન્ટ્રાકટરે પગાર નથી આપ્યો. કોન્ટ્રાકટર પગાર લઇને છૂ થઇ ગયા છે, બે દિવસથી ખાધુ નથી, આમ પણ દરરોજ અમે એક ટાઇમ જમીએ છીએ. અને છેલ્લા પ દિવસથી દરરોજ કલેકટર કચેરીએ બેસીએ છીએ જયા ભાડે રહેતા હતા ત્યાંથી પણ કાઢી મુકયા છે, આ લોકોની સ્થિતિ ભારે ખરાબ બની છે, આ બાબતે કલેકટર એડી. કલેકટરને સુચના આપતા તાકિદે સિવિલમાં પુછપરછ હાથ ધરાઇ છે, અને કાર્યવાહી શરૂ કરાઇ છે.

(3:29 pm IST)