Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના 84.53 લાખની ઠગાઈના ગુન્હામા 05 વર્ષથી ફરાર બિહારના રાજેશ ચૌધરીને ઝડપી લેતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટઃ અલગ અલગ ગુનાઓમાં વર્ષોથી ફરાર શખ્સોને પકડી લેવાની ઝુંબેશ અંતર્ગત વધુ એકને ક્રાઇમ બ્રાન્ચે પકડયો છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ૫૪/૨૦૧૬ આઇ.પી.સી. કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના રૂ.૮૪,૫૩,૦૦૦ની ઠગાઇના ગુનામાં રાજેશ શ્રીરામ ચૌધરી (ઉ.વ. ૨૭ રહે. હાલ સુરત ઉધના ગામે દાઉદનગર મુળ. રહે. બાબુસ્તા ગામ, થાના બંડહરીયા પોસ્ટ ઉતરાયકેબંગરા જી. સીમાને બીહાર)ને પકડી લઈ ગાંધીગ્રામ પોલીસને સોંપ્યો છે.

આરોપીએ એડસ ઓન મુવ્સ કંપની ચાલુ કરી ફરીયાદીની સનરાઇઝ એસોસીયેટ નામની કંપનીની ફ્રેન્ચાઇઝી બનાવી અલગ અલગ વ્યકિતઓના રૂ.૮૪,૫૩,૦૦૦ ની છેતરપીંડી કરી હોવાનો આરોપ હતો.

આ કામગીરી  ડી.સી.બી. પોલીસ ઇન્સપેકટર વી.કે.ગઢવી, પો.સબ.ઇન્સ. પી.એમ. ધાખડા, પો.હેડ કોન્સ. મયુરભાઇ પટેલ, અમીતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, તથા પો.કોન્સ., નગીનભાઇ ડાંગર, કુલદિપસિંહ જાડેજા સંજયભાઇ રૂપાપરા, પ્રદીપસિંહ જાડેજા, જયદીપસિંહ ઝાલા દ્વારા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મિણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસિયાની સૂચના મુજબ કરવામાં આવી છે.

 

(9:43 pm IST)