Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ઈંગ્લેન્ડની સેન્ટ એન્થનીઝ સ્કુલના શિક્ષકો - વિદ્યાર્થીઓ પંચશીલ સ્કુલની મુલાકાતથી પ્રભાવિત

બ્રિટીશ કાઉન્સીલ સાથે જોડાયેલ રાજકોટની પંચશીલ સ્કુલનું ગૌરવ

રાજકોટ : પંચશીલ સ્કુલ ખાતે ઈંગ્લેન્ડની શાળાના શિક્ષકો અને છાત્રો મુલાકાતે આવ્યા હતા. પ્રસ્તુત તસ્વીરમાં અકિલા કાર્યાલય ખાતે પંચશીલ સ્કુલના યોગીરાજસિંહ જાડેજા  અને સોનુભાઈ જોષી સાથે પ્રતિનિધિ મંડળ નજરે પડે છે. બીજી તસ્વીરમાં ડી.કે. વાડોદરીયા અને શિક્ષકો તેમજ વૈભવી બગથરીયાનું અભિવાદન થયુ હતું તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૦ : પંચશીલ સ્કૂલમાં તા. ૧૪ થી તા.૨૧ દિવસ માટે નોર્થ ઇંગ્લેન્ડના સન્ડરલેન્ડ શહેરની ગર્લ્સ સ્કૂલ, સેન્ટ એન્થનીઝ ગર્લ્સ કેથેલિક એકેડમિના શિક્ષ્કોનું ડેલીગેશન પંચશીલ સ્કૂલમાં પધારેલ જેમાં સેન્ટ એન્થેનીઝ  સ્કૂલના ગવર્નર માઇકલ ફલોરસ આ સ્કૂલના ઇન્ટરનેશનલ કોર્ડીનેટર મિસ. સોફ કઝીન તેમજ સ્કૂલનાં સિનીયર સ્ટુડન્ટ જેકે, બેટ્સી અને નીકી સાથે જોડાયેલ છે.

પંચશીલ સ્કૂલના બ્રિટીશ કાઉન્સિલ સાથે વર્ષ ૨૦૧૨ થી જોડાયેલ છે. ઉપરાંત પંચશીલ સ્કૂલને વર્ષ ૨૦૧૩-૨૦૧૬ તેમજ ૨૦૧૬-૨૦૧૯ સતત બે ઇન્ટર નેશનલ સ્કૂલ એવોર્ડ મળેલ છે. જેમના સંદર્ભે પંચશીલ સ્કૂલને નોર્થ યુ.કે. ની બ્રાઇટન એવન્યુ પ્રાયમરી સ્કૂલ (ગેટસ હેડ), મોક હાઉસ પ્રાયમરી સ્કૂલ (નોર્થ શિલ્ડ), હિલ વ્યુ ઇન્ફન્ટ- સન્ડર લેન્ડ તેમજ સેન્ટ એન્થનીઝ ગર્લ્સ કેથેલિક એકેડમી -સન્ડર લેન્ડ અને કવીન એલેકઝેન્ડ્રા ગેઇટ્સદડ સાથે ઇન્ટરનેશનલ પાર્ટનરશીપ છે. દર વર્ષે નોર્થ યુ.કે સ્કૂલોનું ડેલીગેશન પંચશીલ સ્કૂલમા આવે છે. તેમજ પંચશીલ સ્કૂલનું ડેલીગેશન પણ યુ.કે.ની સ્કૂલોમાં ઓફિસયલ વિઝીટ કરે છે. હાલ સેન્ટ એન્થેનીઝ ગર્લ્સ સ્કૂલમાંથી પધારેલ ડેલીગેશનનું ભવ્ય વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તેમજ યુ.કે. થી આવેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પંચશીલ સ્કૂલના વિદ્યાર્થીઓને નોર્થ યુ.કે. ની સાંસ્કૃતિક બાબતો તેમજ ડાન્સ શીખડાવામાં આવ્યા. તેમના દ્વારા મ્યુઝિક વર્કશોપ કરવામાં આવ્યો. યુ.કે.ના વિદ્યાર્થીઓએ બોડીપાર્ટસ એકસરસાઇઝ, સ્લેંગ લેન્ગવેજ (ઇંગ્લીશની તળપદી ભાષા), સ્પેનીશ લેન્ગ્વેજના લેકર્ચસ પણ ગોઠવવામાં આવ્યા. જ્યારે પંચશીલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા આવેલ મહેમાનોને આર્ટ અને ક્રાફટ, મહેંદી, ગરબા તેમજ શાળાકીય અનેક બાબતો શીખડાવવામાં આવી.

પંચશીલ સ્કૂલ તેમજ યુ.કે.ની સેન્ટ એન્થનીઝ સ્કૂલના ઇન્ટરનેશનલ  પાર્ટનરશીપ દ્વારા બંને સ્કૂલોના વિદ્યાર્થીઓને બંને દેશની  સાંસ્કૃતિક બાબતો, અભ્યાસકીય બાબતો, સહઅભ્યાસિક પ્રવૃતિઓ, રમત-ગમતની બાબતો, સામાજીક સેવાકાર્યો, પ્રોજેકટ વર્ક તેમજ પ્રકૃતિની બાબતોનું આદાન-પ્રદાન થાય તે મુખ્ય હેતુ છે. પંચશીલ શાળાનો મુખ્ય હેતુ પંચશીલના વિદ્યાર્થીઓ માત્ર સ્થાનિક ન રહેતાં વિશ્વકક્ષા ગુણો પ્રાપ્ત કરે તેમજ વિદ્યાર્થીના માનસપટમાં ગ્લોબલ સ્ટુડન્ટના સપનાનું વાવેતર થાય તે મુખ્યહેતું છે. સાથે સાથે બંને દેશોના કલ્ચરના આદાન-પ્રદાન થકી વિદ્યાર્થીઓમાં વિશ્વ બંધુત્વની ભાવના જન્મે એ પણ મુખ્ય હેતુ છે.

(4:08 pm IST)