Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

રેલ્વેની નોટીસ સામે લક્ષ્મીનગર ઝૂપડપટ્ટીના ૪૦૦ લોકો કલેકટર કચેરીએ ઉમટી પડયાઃ પહેલા મકાન આપો પછી ઝૂપડા તોડો

૮૯ બાળકોના શિક્ષણ-મૂળભૂત અધીકારોનું હનન ન થવું જોઇએઃ જવાબદારી રાજય સરકારની છે... : રાજકોટ કોંગ્રેસની આગેવાનીઃ પ૦વર્ષથી ૪૦૦ લોકો રહે છેઃ ૮૯ બાળકો સ્કુલોમાં ભણે છે..

લક્ષ્મીનગર ઝૂપડપટ્ટીના નાલા પાસે આવેલ ઝૂપડપટ્ટી દૂર કરવા અંગે રેલ્વેએ નોટીસો ફટકારતા અંદાજે ૩૦૦ થી ૪૦૦ લોકો કલેકટર કચેરીએ ઉમટી પડયા હતા. અને દેખાવો યોજી આવેદન પાઠવ્યુ હતુ. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૦ : રાજકોટ કોંગ્રેસ આગેવાનો મહેશભાઇ રાજપુત અને અશોકસિંહ વાઘેલાએ કલેકટરને આવેદન પાઠવી રેલ્વેની નોટીસ સામે ખૂલાસો કર્યો હતો, આવેદન સમયે લક્ષ્મીનગર ઝૂપડપટ્ટીના ૩૦૦ થી ૪૦૦ લોકો ઉમટી પડયા હતા.

આવેદનમાં જણાવેલ કે છેલ્લા પ૦ વર્ષથી લક્ષ્મીનગર ઝૂપડપટ્ટી નાલા પાસેથી, ઝૂપડપટ્ટી નાન મૌવા મેઇન રોડ, રાજકોટ પાસે ઝૂંપડા વાળીને સહકુટુંબ રહીએ છીએ અને છુકટ મજુરી કરીને અમારૂ ગુજરાન ચલાવીએ છીએ. અમારા બાળકો આ વિસ્તારની શાળામાં ભણે છે. અને આંગણવાડીમાં પણ જાય છે અમો ભારતના નાગરીક છીએ તો આપને અમારી નમ્ર વિનંતી છે કે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખી અમારી દબાણવાળી જગ્યા એટલે કે ઝૂંપડુ(ઘર) ને દુર કરવામાં ન આવે અને નોટીસ બજવેલા કુટુંબોને મકાનનો હક્ક આપવામાં આવે એવી માંગણી છે.

આવેદનમાં અપાયેલ મુદ્દામાં (૧) અમો ભારતનાં નાગરીક છીએ અને ભારતમાં ઘર બનાવવું એ અમારો બંધારણીય અધિકાર છે. (ર) હાઇકોર્ટના ચુકાદા અનુસાર કોઇ વ્યકિતનું ઘર (ઝૂંપડુ) તોડતા પહેલા તે વ્યકિતની વૈકલ્પિક વ્યવસ્થા કરવાજી જવાબદારી સરકારની (વહીવટતંત્ર) ની છે.(૩) ભારતી બંધારણના અનુચ્છેદ ૧પ (૩), ૩૯(ઇ) અને (એફ) ૪પ અને ૪૭ ની જોગવાઇ ાુજબ બાળકની જરૂરીયાતો પુરી કરવાની ખાતરી અને તેમના મૂળભૂત માનવીય અધીકારોના રક્ષણની જવાબદારી રાજય સરકાર ઉપર મૂકવામાં આવેલ છે તેથી અમારા બળાકોનો મુળભૂત અધીકાર છે. શિક્ષણ, આરોગ્ય અને શિક્ષા આ અધીકારોનું હનન ન થવું જોઇએ. (૪) ધ જ્યુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એકટ ર૦૦૦ માં ભારતીય કાયદા મુજબ દરેક બાળકને સુરક્ષીત રાખવાની જવાબદારી રાજય સરકાર (વહીવટીતંત્ર) ની છ.ે

કલમ ર૮(૧) બાળકને કોઇપણ સંજોગોમાં શિક્ષણ આપવું તે દરેક સરકારની જવાબદારી છે. કલમ ૩ર (૧) માં બાળકોનાં શિક્ષણમાં રૂકાવટ થાય અથવા તેમનાં સ્વાસ્થ્ય અથવા શારીરિક, માનસિક, આધ્યાત્મિક નૈતિક અથવા સામાજીક કાર્યોમાં હાનીકારક થાય ત્યારે તમામ બાળકોને સંરક્ષણ આપવું તે રાજય સરકારની જવાબદારી છે.

તેથી અમો અંદાજીત ૪૦૦ કુટુંબોના વસવાટ કરે છે. જેના ૧૬પ બાળકો છ.ે તેમાંથી ૬૪ બાળકો આંગણવાડીએ જાય છે અને ૮૯ બાળકો જે જુદી જુદી સરકારી શાળામાં અભ્યાસ કરવા જાય છ.ેજેની યાદી પણ આપી છે. ઉપર મુદ્દાઓને ધ્યાનમાં લેતાં આપને માંગણી છે કે અમોને રહેવા માટે જગ્યા આપવામાં આવે તથા ઘર બાંધવા માટે જરૂરી સહાય પણ સરકાર દ્વારા કરવામાં આવે જો અમારા ઘર (ઝૂંપડા) ને તોડી નાંખવામાં આવશે તો અમારા બાળકોના મૂળભૂત અધીકારોનું હનન થશે અને તમામ બાળકો શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાથી વંચિત થશે જેના ગંભીર પરીણામો પણ આવી શકે છે.

(3:57 pm IST)