Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ધરમ સિનેમા પાસેથી પ્રવિણ ઉર્ફે પવો ચોરાઉ બુલેટ અને એકસેસ સાથે પકડાયો

રાજકોટ, તા. ર૦: શહેરના બે અલગ અલગ વિસ્તારમાંથી બુલેટ અને એકસેસ મોટર સાયકલની ચોરી કરનારા શખ્સને પ્રનગર પોલીસે ધરમ સિનેમા પાસેથી પકડી લીધો છે.  મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા એસીપી પી.કે. દીયોરાની સુચનાથી પ્રનગર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ બી.એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી. પટેલ, હેડ કોન્સ. અરવિંદભાઇ, દેવશીભાઇ, જયેન્દ્રસિંહ અને ધર્મરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. અરવિંદભાઇ દેવશીભાઇ ખાંભલા અને જયેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે પ્રવિણ ઉર્ફે પવો લક્ષ્મણભાઇ પાસલ (ઉ.વ.ર૩) (રહે. કુવાડવા રોડ સાત હનુમાન મંદિર પાસે સોખડા રોડ મુળ નાની મોલડી) ને ધરમ સિનેમા પાસેથી જી.જે. ૩ જે.એન. -૯૮૧૦ નંબરના ચોરાઉ બુલેટ સાથે પકડી લઇ તેની પુછપરછ કરતા તેણે આ બુલેટ કુવાડવા રોડ પરથી ચોર્યાની કબુલાત આપી હતી. તેની વધુ પુછપરછ કરતા પ્ર.નગર વિસ્તારમાંથી એક એકસેસ પણ ચોર્યાની કબુલાત આપતા પોલીસે બંને વાહન કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:56 pm IST)