Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

વિવાદી પાર્ટીશન મિલ્કતના મામલે સીવીલ કોર્ટે કરેલ પંચનામાનો હુકમ કાયમ રાખતી હાઇકોર્ટ

રાજકોટ તા. ર૦ : પાર્ટીશન મીલ્કતમાં વાદગ્રસ્ત મીલ્કતમાં પંચનામાનો સીવીલ કોર્ટનો હુકમ કાયમ રાખતી ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો હતો.

પાર્ટીશન મીલ્કતમાં ભાયુભાગની મીલ્કત આવેલ છે, જેમાં રાજકોટના ધીરેનભાઇ અનંતરાય ઓઝા, નિખીલભાઇ અનંતરાય ઓઝા તથા જીત પીનાકીનભાઇ ઓઝાની સામે હેમાબેન પીનાકીનભાઇ ઓઝાએ તેમના ગુજરનાર પતીનો ૩૩% મિલ્કતનો હિસ્સો મેળવવા રાજકોટની સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરી કાયમી મનાઇ હુકમ તથા વાદગ્રસ્ત મિલ્કતનું પંચનામું કરવા અરજી કરેલ જેમાં સીવીલ કોર્ટે પંચનામાનો હુકમ કરેલ.

આ સામે ધીરેનભાઇ અનંતરાય ઓઝા વિગેરેએ ગુજરાત હાઇકોર્ટમાં પંચનામાનો હુકમ રદ કરવા પીટીશન ફાઇલ કરેલ, અને તેમાં વાદગ્રસ્ત મીલ્કતનું પંચાનામું ન કરવુ તથા વાદગ્રસ્ત મીલ્કતના ફોટોગ્રાફ ન પાડવા તેવી રજુઆત કરેલ અને જેની સામે હેમાબેન પીનાકીબાઇ ઓઝાના એડવોકેટ રજુઆત કરતા ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિએ સીવીલ કોર્ટના પંચનામાનો હુકમ તથા ફોટોગ્રાફ પાડવાનો હુકમ મંજુર કરેલ છે અને ધીરેનભાઇ અનંતરાય ઓઝાની અરજી ફગાવી દીધેલ છે. આ કામે હેમાબેન પીનાકીનભાઇ ઓઝા વતી રાજકોટના એડવોકેટ નિતેષ વી.ગોરસીયા તથા એસ.ટી. મજમુદાર રોકાયેલા હતા.

(3:48 pm IST)