Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ગંજીવાડામાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડો : ત્રણ મહિલા ઝડપાઇ

મકાન માલીક કૈલાશ, રીના અને સતિ ડાંગરની ધરપકડ

રાજકોટ, તા. ર૦ :  શહેરના ગંજીવાડા સંતોષી ચોક પાસે મકાનમાં એક મહિલા જુગારધામ ચલાવતી હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસે દરોડો પાડી જુગાર રમતી ત્રણ મહિલાને પકડ લીધી હતી.

મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના પી.આઇ.જી.એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ મહિલા પીએસઆઇ પી.ડી. જાદવ, ધર્મેશભાઇ, જયદિપસિંહ ઝાલા તથા મહિલા કોન્સ. ઉષાબેન સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે ગંજીવાડા સંતોષી ચોક બંધ શેરીમાં મકાનમાં દરોડો પાડી જુગાર રમાડતી મકાન માલીક કૈલાસ સુરેશભાઇ રોજાસરા (ઉ.વ.૩ર), હુડકો ચોકડી પાસે નાબોદાનગર શેરી નં. ૪ માં રહેતી રીના વિનોદભાઇ કડેવાલ (ઉ.વ.૩૪) અને જામનગરના ગોકુળનગર શેરી નં. ૬ની સતી દેવાયતભાઇ ડાંગર (ઉ.વ.૪પ) ને પકડી લઇ રૂ. ૧૭રર૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(3:48 pm IST)