Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ગોંડલમાં બેંકે સીઝ કરેલા મકાનમાં માલીક અને તેના પત્ની ઘુસી ગયા

ગૌતમભાઇ વાઘેલા અને તેના પત્ની ભાવનાબેન સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૨૦: ગોંડલમાં બેંકે સીઝ કરેલા મકાનમાં માલીક અને તેના પત્ની બળજબરીથી ઘુસી જતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્તવિગતો મુજબ ગોંડલ રામેશ્વર રેસીડેન્સી હરભોલે સોસાયટીમાં રહેતા ગૌતમભાઇ બાબુભાઇ વાઘેલાએ બંધન બેંકમાંથી લોન લઇ મકાન લીધું હતું. પરંતુ હપ્તા ન ભરી શકતા બેંકે આ મકાન સીઝ કરી દીધું હતું. ગઇકાલે મકાન માલીક ગૌતમભાઇ  તથા તેના પત્ની ભાવનાબેન બેંકના કબ્જાવાળા મકાનનો અનઅધિકૃત રીતે તાળુ તથા સીલ તોડી મકાનમાં ઘુસી ગયા હતા. આ અંગે બેંકને જાણ થતા પોલીસને જાણ કરાઇ હતી.

બેંકના કર્મચારીની ફરીયાદ પરથી ગોંડલ પોલીસે ઉકત દંપતી સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:48 pm IST)