Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

કોંગ્રેસની હેલ્થ કમીટી દ્વારા સીવીલ હોસ્પિટલના પ્રશ્નો અંગે સુપ્રિટેન્ડન્ટને રજુઆત

રાજકોટ : સીવીલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા શહેર અને બહારગામના દર્દીઓને કઇ કઇ સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે જાણવા કોંગ્રેસની હેલ્થ એન્ડ હોસ્પિટલ કમીટીના આગેવાનોએ રૂબરૂ મુલાકાત લઇ પરીસ્થિતીનો તાગ મેળવ્યો હતો. સમસ્યાઓની તૈયાર કરાયેલ આ સુચી બાદમાં સીવી સુપ્રિટેન્ડેન્ટને સુપ્રત કરી હતી. આ રજુઆતમાં હેલ્થ એન્ડ હોસ્પિટલ કોંગ્રેસ કમીટીના ચેરમેન કાળુભાઇ ચુડાસમા, શહેર મંત્રી ઘનશ્યામ મકવાણા, શહેર મહિલા પ્રમુખ મનીષાબા વાળા, ફરીયાદ સેલના પ્રમુખ આશીષભાઇ વાઢેર, આઇ.ટી. સેલના જીજ્ઞેશભાઇ વાગડીયા, વોર્ડ નં. ૧૨ ના પ્રમુખ રાણીબેન મેર, વોર્ડ નં. ૧૩ ના મહામંત્રી અમૃતભાઇ રાઠોડ, ઇમરાનભાઇ પરમાર, જીવાભાઇ, રંજનબેન, રસીકભાઇ, બાબુભાઇ ચુડાસમા, મનોજ મકવાણા, રસુલભાઇ તેમજ હેલ્થ એન્ડ હોસ્પિટલ કોંગ્રેસ કમીટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ હોસ્પિટલને લગતી કઇપણ મુશ્કેલી હોય તો મો.૮૧૫૪૦ ૮૬૫૭૪ અથવા મો.૯૩૨૭૨ ૬૫૮૮૭ ઉપર સંપર્ક કરવા કમીટીની યાદીમાં જણાવાયુ છે.

(3:37 pm IST)