Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

રેસકોર્ષ મેદાનમાં કાલથી 'અર્બન વિવાહ' એકઝીબીશન

લગ્નસરા અને શુભ પ્રસંગોની અવનવી વસ્તુઓના ૧૫૦ થી વધુ સ્ટોલ : ૨૩ મીએ સમાપન

રાજકોટ તા. ૨૦ : હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે. ત્યારે શુભ પ્રસંગને લગતી વસ્તુઓ એક જ સ્થળેથી મળી રહે તેવા વિચાર સાથે રાજકોટમાં રેસકોર્ષ મેદાનમાં કાલથી 'અર્બન વિવાહ' એકઝીબીશનનો પ્રારંભ થઇ રહ્યો છે.

'અકિલા' ખાતે આ અંગેની વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે રેસકોર્ષ મેદાનમાં તા. ૨૧ થી ૨૩ સુધી વેડીંગ અને લાઇફ સ્ટાઇલ એકઝીબીશન ગોઠવવામાં આવેલ છે.

જેમાં ગોલ્ડ-ડાયમંડ જવેલરી લઇને બ્યુટી પાર્લર સુધીની લગ્નસરા અને શુભ પ્રસંગોને લગતી તમામ વસ્તુઓના ૧૫૦ થી વધુ સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે.

વેડીંગ સાડી, ફેશન જવેલરી, ડીઝાઇનર વેર, શુટ, વેડીંગ એસેસરીઝ, ફુટવેર, કાર્ડ-કંકોત્રી અને ગીફટ આર્ટીકલ્સ સહીત ૧૦ હજારથી વધુ પ્રોડકટસ વેંચાણ કમ પ્રદર્શનાર્થે મુકવામાં આવી છે.

આ અર્બન વિવાહ એકઝીબીશનનું ઉદ્દઘાટન કાલે તા. ૨૧ ના બ્યુટીશીયન શ્રીમતી દીપા બુટાણી (દીપાઝ લા ફેમ) ના હસ્તે કરાશે. દીપ પ્રાગટય શ્રીમતી ભાવિની ખખ્ખર (ઇ મેગા માર્ટ), મુકેશ ડાકા (લાવોસ્કી ફેશન જવેલરી), શ્રીમતી આરતી શાહ (ડુડલ્સ એન્ડ હબ), પ્રણવ સાવરીયા (સ્ટાઇલ હચ), શ્રીમતી ખ્યાતી કથીરીયા (ખ્યાતી ક્રિએશન) ના હસ્તે થશે.

સવારે ૧૦ થી રાત્રીના ૯ વાગ્યા સુધી આ એકઝીબીશનની મુલાકાત લઇ શકાશે. વધુ માહીતી માટે મો.૯૦૩૩૩ ૯૯૯૮૨ અથવા મો.૮૧૨૮૧ ૨૮૧૧૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા પુનિતભાઇ પટેલ, રોનકભાઇ પટેલ, ચાર્મીબેન, દ્રષ્ટીબેન વિઠ્ઠલાણી, દેવદત મહેતા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:36 pm IST)