Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ફલેટનો દસ્તાવેજ રદ કરવા અંગેના દાવામાં વચગાળાના સ્ટેની માંગણી રદ

રાજકોટ, તા., ર૦: વાદીએ પ્રતિવાદી વિરૂધ્ધ ફ્લેટનો  દસ્તાવેજ રદ કરી, વિજ્ઞાપન તથા કાયમી મનાઈ હુકમ માંગતો દાવો દાખલ કરી આંક-પ થી વચગાળાના મનાઈ હુકમની માંગણી કરેલ જેને  કોર્ટએ નામંજૂર કરી મનાઈ હુકમની માંગણી ફગાવેલ છે.

નાનામવાના રે.સ.નં.૭૧ પૈકીની બીનખેડવાણ જમીનનાપ્લોટસ પૈકી પ્લોટ નં.૧૨/એ, ૧૩/એ, પ્લોટ ન.૧૪ તથા પ્લોટ ન.૧૫ ની કુલ જમીન ચો.મી.આ.૮૬૨-૮૩૦ ઉપર આવેલ સ્ટાર વિન્ટેજ ના નામથી ઓળખાતી ઈમારતના ફર્સ્ટ ફલોર ઉપર આવેલ ફલેટ નં.૧૦૨, જેનો બિલ્ટઅપ એરીયા ચો.મી.૭૩-૨૬આ કામના વાદીઓ ભાવનાબેન મીલનભાઈ રાણપરા તથા નેહાબેન વીકકી કરકર, રહે. રાજકોટવાળાએ આ કામના પ્રતિવાદી સંજયભાઈ નાથાભાઈ ખાંડેલાને કાયદેસરનો વેચાણ દસ્તાવેજ કરી આપેલ અને દાવામાં જણાવ્યા મુજબ મીલ્કતની લોન ચાલુ હોય તે સહીત અને તે ભરપાઈ કરવાની શરતે પ્રતિવાદીને વેચાણ કરેલ અને એ રીતે અવેજ આપવાનું નકકી થયેલ પરતુ ભરપાઈ કરેલ ન હોય અને લોન ચાલુ હોય અને આ કામના વાદી નં.૧ ના જમાઈ અને પ્રતિવાદી વચ્ચે મીત્રતા હોય અને લોન ઉપરાંત બાર લાખ દેવાનું વચન આપેલ પરંતુ તે દીધેલ નહી અને દસ્તાવેજ રદ કરવા અંગે પચાસ લાખની પ્રતિવાદીએ માંગણી કરેલ હોય અને અવેજ મળેલ ન હોય જેથી આ કામના વાદીઓએ પ્રતિવાદી વિરૂધ્ધ ઙ્ગકરી આપેલ ફ્લેટનો દસ્તાવેજ, રદ કરી વિજ્ઞાપન તથા કાયમી મનાઈ હુકમ મળવા તથા ચાલતા દાવા દરમ્યાન મનાઈ હુકમ મેળવવા રાજકોટના  પ્રિન્સીપલ સીનીયર સીવીલ જજ સમક્ષ દાવો દાખલ કરેલ  પ્રતિવાદી દવારા સમગ્ર દાવામાં કરેલા આક્ષેપોનો ઈન્કાર કરી, વાદીઓએ પુરતો અવેજ વસુલ લઈ પ્રતિવાદી જોગ દસ્તાવેજ કરી આપેલ છે તેમ જણાવેલ અને વાદીઓ દવારા લોન ચાલુ હોવાનું છુપાવેલ છે જે દાવો આવત્ત્।ા પ્રતિવાદીને જાણ થયેલ હોવાનું જણાવેલ છે તેમજ વાદીઓ દવારા પ્રતિવાદીને કાયદેસરનો દસ્તાવેજ કરી આપેલ છે તેમાં પણ જો લોન ચાલુ હોય અને વાદીઓ દવારા જે દાવામાં ઉલ્લેખ કરવામાં આવેલ છે તો દસ્તાવેજમાં પણ તેનો ઉલ્લેખ હોય પરંતુ દસ્તાવેજમાં લોન ચાલુ હોવાનો કોઈ ઉલ્લેખ ન હોય , ઉલ્ટું વેચાણ દસ્તાવેજમાં કોઈ સરકારી, બોજો, લોન, લીયન નથી કે કોઈ જામીનગીરી ઉપસ્થિત કરેલ નથી કે પેશગી લેવામાં આવેલ નથી તેવું લખાણ છે જે પ્રતિવાદી દવારા જવાબ-વાંધામાં કોર્ટ સમક્ષ કહેલ. આમ, દાવો ચાલતા વચગાળાના મનાઈ હુકમમાં વાદી દવારા પ્રથમ દર્શનીય કેસ સાબીત કરવામાં નીષ્ફળ નીવડેલ હોય અને બેલેન્સ ઓફ કન્વીયન્સ અને નુકશાન બતાવવામાં નીષ્ફળ નીવડેલ હોય  કોર્ટએ દાવો ચાલતા ં દરમ્યાન મનાઈ હુકમની વાદીઓની અરજી વામંજુર કરી, મનાઈ હુકમની માંગણી ફગાવેલ છે. આ કામમાં પ્રતિવાદીઓ વતી રાજકોટના ધારાશાસ્ત્રી મુકેશ આર.ભટ્ટી રોકાયેલ હતા.

(3:32 pm IST)