Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

વધુ એક ચિકીનો નમૂનો નાપાસઃ ઘીના ૬ નમૂના લેવાયા

હેનીકેન લાગર બીયર નોન આલ્કોહોકીક ફ્રી, પપૈયાનો સોસ, સિંગદાણા તથા મીઠી ચટણીના નમુના નાપાસ થતા મીસ બ્રાન્ડ અને સબસ્ટાન્ડર્ડ ૪ વેપારીઓને રૂ. ૮૦ હજારનો દંડ

રાજકોટ તા. ૨૦:  મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય શાખાએ લીધેલ ચિક્કીનો નમૂનો મિસ બ્રાન્ડેડ એટલે કે પેકીંગમાં ઉત્પાદન તારીખ, એફ.એસ.એસ.એ.આઇ સહિતની વિગતો દર્શાવેલ નહી હોવાથી નાપાસ જાહેર થયા હતો. તેમજ શહેરનાં વિવિધ વિસ્તારમાંથી ૬ વેપારીઓને ત્યાંથી ગાય-ભેંસ-દિવેલ વગેરે ઘીનાં નમૂના લેવાયા છે. આ ઉપરાંત એજ્યુડીકેશન અન્વેય ચાર વેપારીઓને રૂ. ૧૫ હજાર થી ૨૫ હજાર સુધીનો કુલ ૮૦ હજારનો દંડ થયો હતો.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ થોડા સમય પહેલા ં મ્યુ.કોર્પોરેશનનાં ફુડ વિભાગ દ્વારા સંતોષ સીઝન સ્ટોર - સહકાર સોસાયટી મે. રોડ, ભકિત હોલ વિસ્તાર માંથી ગોળ દાળીયાની ચિક્કીનો (પ૦૦ ગ્રામ પેકડ)નમૂનો લેવામાં આવ્યો હતો. આ નમૂનો વડોદરા સ્થિત રાજય સરકારની લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલવામાં આવતા  તેમાં સમાવેશ થાય છે. તેમ મિસ બ્રાન્ડેડ એટલે કે પેકીંગમાં ઉત્પાદન તારીખ, એફ.એસ.એસ.એ.આઇ સહિતની વિગતો દર્શાવેલ નહી હોવાથી નાપાસ જાહેર થયા હતો.

ઘીના નમૂના લેવાયા

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફુડ વિભાગ દ્વારા જાહેર જન આરોગ્ય હિતાર્થે તેમજ લોકોને આરોગ્યપ્રદ અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ અન્વયે ઘી નાં વેપારીઓને ત્યાંથી ગાય, ભેંસ, દિવેલ વગેરે નમૂનાઓ લેવાયેલ. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટની જોગવાઇ અન્વયે નીચે દર્શાવેલ સેમ્પલ ફુડ સેફટી ઓફીસરો દ્વારા લેવામાં આવેલ હતાં. તથા પરીક્ષણ અર્થે વડોદરા ખાતે સરકારી લેબમાં મોકલાવેલ છે.

જેમાં  ગાયનું ઘી (લુઝ) પટેલ ધી સેન્ટર, ગોકુલધામ મે. રોડ, ભેસનું ઘી (લુઝ), જય ભવાની ટ્રેડીંગ, ભાવનગર રોડ, ભેંસનું ઘી (લુઝ), રાધે ધી સેન્ટર, ત્રાસીયો રોડ, દિવેલનું ઘી (લુઝ) મહાદેવ ધી સેન્ટર, પેડક રોડ, વનસ્પતી ઘી (લુઝ) સોનિયા ટ્રેડર્સ, આર. ટી. ઓ. પાસે તથા કર્નલ પામ ઓઇલ (લુઝ) સોનિયા ટ્રેડર્સ, આર. ટી. ઓ. પાસે,  ધી  (લુઝ) શ્રીનાથજી ડેરી ફાર્મ, ૧પ૦ રીંગ રોડ, વગેરેનો સમાવેશ થાય છે.

૮૦ હજારનો દંડ

એજયુડીકેશન કેસ અન્વયે હેનીકેન લાગર બીયર નોન આલ્કોહોકીક ફ્રી,  (૩૩૦ મી. લી. પેડક ટીન કેન) શિવ શકિત ટ્રેડર્સ, વાણીયાવાડી મે. રોડ, મિસ બ્રાન્ડેડ થતા રૂ. રપ,૦૦૦, પોપૈયાનો સોસ (લુઝ)  જોકર ગાંઠીયા, જવાહર રોડ, સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા રપ,૦૦૦, શિંગદાણા (લુઝ), મારૂતિ શોપીંગ સ્ટોર્સ, યુનિવર્સિટી રોડ, સબ સ્ટાન્ડર્ડ પરિણામ આવ્યા ૧પ,૦૦૦, મીઠી ચટણી (લુઝ) શ્રી ગુરૂકૃપા ભેળ હાઉસ, કાલાવાડ રોડ, ને સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા ૧પ,૦૦૦ સહિત કુલ રૂ. ૮૦ હજારનો દંડ ચાર વેપારીઓને થયો હતો. 

(3:25 pm IST)