Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

એન્જિયરીંગની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચારી

એટીકેટી આવતા વિદ્યાર્થીનીની આત્મહત્યા : સંજયરાજ રાજ્યગુરૂ કોલેજની છાત્રાલયમાં આત્મહત્યા કરનાર યુવતી મૂળ જામનગરની વતની : પોલીસની તપાસ

અમદાવાદ,તા. ૨૦ : મૂળ જામનગરની વતની અને રાજકોટના મોરબી રોડ પર બેડી હડમતીયામાં આવેલી સંજયરાજ રાજ્યગુરૂ કોલેજમાં એન્જિનીયરીંગના છેલ્લા વર્ષમાં ભણતી અને કોલેજ કેમ્પસમાં આવેલી છાત્રાલયમાં રહેતી રીટા કિશોરભાઇ ગોહેલ (..૨૦) ગઇ મોડી સાંજે છાત્રાલયમાં પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. અંતિમ વર્ષમાં એટીકેટી આવી હોવાથી કેટલાક દિવસથી તે ચિંતામાં રહેતી હતી. કારણે આત્મઘાતી પગલુ ભર્યાનું હાલ બહાર આવ્યું છે. આપઘાત પાછળ અન્ય કોઇ કારણ તો નથી ને ? તે દિશામાં પણ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગઇ મોડી સાંજે કોલેજ કેમ્પસની છાત્રાલયના રૂમમાં રીટા ગોહેલે ગળાફાંસો ખાઇ લીધાની જાણ થતાં ૧૦૮ની ટીમ પહોંચી હતી. ઇએમટીની તપાસમાં રીટાનું મોત નીપજ્યાનું જણાતાં પોલીસને જાણ કરતાં કુવાડવા પોલીસ દોડી આવી હતી.

          પોલીસની તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આત્મહત્યા કરનાર રીટા બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી. પિતા દરજી કામ કરે છે. રીટા છેલ્લા બે વર્ષથી કોલેજના છાત્રાલયમાં રહેતી અને અભ્યાસ કરતી હતી. એન્જિનીયરીંગના છેલ્લા વર્ષમાં એટીકેટી આવી હોય તેની ચિંતામાં પગલું ભર્યાનું હાલ બહાર આવ્યું છે. વિદ્યાર્થિનીના આપઘાત પાછળ ખરેખર આવું કારણ છે કે અન્ય કંઇ? તેની તપાસ પોલીસે હાથ ધરી છે. જો કે, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને વિદ્યાર્થીજગતમાં પણ અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

(8:45 pm IST)