Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ઢોલરા ગામે દિનેશ રેણુકા તથા તેના મિત્ર જગદીશ સરીયા પર ૩ શખ્સોનો હુમલો

વાહનના હપ્તાની ઉઘરાણી પ્રશ્ને માર માર્યોઃ જયંતીભાઇ ડવેરા સહીત ૩ સામે ફરીયાદ

રાજકોટ, તા., ૨૦: લોધીકાના ઢોલરા ગામે વાહનનો હપ્તો લેવા ગયેલ યુવાન તથા તેના મિત્ર પર ૩ શખ્સોએ હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ટાટા મોટર કંપનીમાં નોકરી કરતા  દિનેશ કિશોરભાઇ રેણુકા તથા તેના મિત્ર જગદીશભાઇ સરીયા  લોધીકાના ઢોલરા ગામે જયંતીભાઇ ડવેરા પાસે તેઓએ લીધેલ ટાટા ગાડીનો હપ્તો ચડી ગયેલ હોય તેની ઉઘરાણી કરવા જતા જયંતીભાઇએ હપ્તો આપ્યા બાદ આવેશમાં આવી દિનેશ તથા તેનો મિત્ર જગદીશ પર લાકડાથી હુમલો કરી માર માર્યો હતો. જયંતીભાઇ સાથે તેનો ભાઇ અને ભાણાએ પણ મદદગારી કરી હતી. આ અંગે ઉકત ત્રણેય શખ્સો સામે ફરીયાદ થતા શાપર-વેરાવળ પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:25 am IST)