Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

વિશ્વકર્મા સોસાયટીમાંથી ૧૪૪ બોટલ રમ ભરેલી ટવેરા ઝડપી લેતી તાલુકા પોલીસ

વાવડી ચોકીના ઇન્ચાર્જ પીએસઆઇ જી.એસ. ગઢવી અને ટીમને સફળતા

રાજકોટ તા.૨૦: તાલુકા પોલીસે ગોંડલ રોડ વાવડી ચોકી પાછળ વિશ્વકર્મા સોસાયટીમાંથી જીજે૧બીવી-૮૯૯૨ નંબરની ટવેરા ઝડપી લીધી છે. જેમાંથી રૂ. ૫૭૬૦૦નો ૧૪૪ બોટલ રમ મળી આવતાં તે તથા ૪ાા લાખની ગાડી તથા એક મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી જી.એસ. ગેડમ અને તાલુકા પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી પરથી વોચ રાખતાં બાતમી મુજબની ટવેરા ગાડી આવતાં તેને અટકાવતા ચાલક  તથા બીજો શખ્સ ગાડી મુકી ભાગી ગયા હતાં. જેમાંથી રમની બોટલોનો જથ્થો મળ્યો હતો. ભાગી ગયેલો એક શખ્સ સાયલાનો ઇકબાલ મુસ્તુફાભાઇ કાઝી હોવાનું ખુલતાં તેની શોધ થઇ રહી છે. વાવડી ચોકીના ઇન્ચાર્જ પી.એસ.આઇ. જી.એસ. ગઢવી, કોન્સ. ગોપાલસિંહ, દિવ્યરાજસિંહ, પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, એએસઆઇ ડી.વી. ખાંભલા, કોન્સ. નગીનભાઇ ડાંગર, અશોકભાઇ ડાંગર, વિરેન્દ્રસિંહ જાડેજા, હિરેનભાઇ સોલંકી  સહિતની ટીમે આ કામગીરી કરી હતી. પીએસઆઇ એન. ડી. ડામોર વધુ તપાસ કરે છે. (૧૪.૫)

(4:20 pm IST)