Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

BSNL હડતાલનો ત્રીજો દિ': દિલ્હી સુધી ઘેરા પડઘાઃ લોહાનગર ખાતે ઉગ્ર સુત્રોચ્ચાર

BSNLને ઇરાદાપૂર્વક નબળુ પાડવાની કોશીશ કરનાર તમામ સામે કડક કાર્યવાહી કરો...: સાંજે જયુબેલી બાગ એક્ષચેંજ ખાતે મીટીંગઃ દેખાવો-સુત્રોચ્ચાર થશેઃ ઉમટી પડવા હાકલ

બીએસએનએલ કર્મચારીઓ-અધિકારીઓએ લોહાનગર મુખ્ય કચેરી ખાતે દેખાવો-સુત્રોચ્ચાર કર્યા ત્યારની તસ્વીર.

રાજકોટ તા. ર૦ :.. બીએસએનએલ. ના યુનિયનો એસોસીએશનો દ્વારા ત્રણ દિવસની દેશ વ્યાપી હડતાલ આજે ત્રીજા દિવસમાં પ્રવેશી છે. જેને દેશભરમાં જબરજસ્ત પ્રતિસાદ સાંપડયો છે. બીએસએનએલ. બચાવો દેશ બચાવોની લાગણીઓ જોવા મળે છે. દુનિયાની ૭ માં નંબરની સૌથી મોટી સરકારી કંપની બીએસએલએન સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. તથા તેનાં વહીવટ તદન ટ્રાન્સપેટેન્ટ છે.

તાજેતરમાં ફરજીયાત રીચાર્જ કરવાનું પ્રાઇવેટ  કંપનીઓ  ચાલુ રાખેલ છે જે અનુસંધાને બીએસએનએલ. માં હજારોની સંખ્યામાં એમ.એચ.પી. ના માધ્યમથી બીએસએનએલ.નાં ગ્રાહકો જોડાઇ રહયા છે ત્યારે અચાનક બીએસએનએલ વિશે ખોટો પ્રચાર કરી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો તથા બીએસએનએલ.ને નબળ પાડવા જે પ્રયાસ થયો છે તેને તમામ યુનિયનો - એસો. નો દ્વારા સખ્ત શબ્દોમાં વિખોડી કાઢવામાં આવેલ છે તથા બીએસએનએલ. ને ઇરાદાપૂર્વક નબળુ પાડવાના ઇરાદાઓ ધરાવતા તમામ ઉપર કાર્યવાહી કરવા યુનિયોની માગણી છે.

હડતાલના ઘેરા પ્રત્યાઘાતો દિલ્હી સુધી પડયા છે.

આજે બીએસએનએલ.ની મુખ્ય કચેરી લોહાનગર બીએસએનએલ. ઓફીસે સવારે વિશાળ સંખ્યામાં સુત્રોચ્ચારો, દેખાવો કરાયા હતાં. સાંજે પ-૩૦ કલાકે જયુબીલી બાગ ટેલીફોન એકસચેન્જ ખાતે મીટીંગ થશે તથા સુત્રોચ્ચાર કરાશે તથા હડતાલનું સમાપન કરાશે. (પ-૩૦)

(4:11 pm IST)