Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

લોકસભા ચુંટણી : શનિ-રવિ નામ નોંધવા બૂથ ઉપર સ્પે. ઝૂંબેશ

મતદારો પોતાના નામ ઉમેરવા-કમી-સુધારવા-ફેરફાર સહિતના ફોર્મ ભરી શકશેઃ રાજકોટ જીલ્લામાં રર૦૦ મતદાન મથક ઉપર કેમ્પ : ચૂંટણી પંચ દ્વારા ''સી વીઝીલ'' નામની એપ્લીકેશનનો અમલઃ કોઇપણ નાગરીક આચારસંહિતા અંગે ફરીયાદ કરી શકશે.... : આ એપ્લીકેશન અંગે ફલાઇંગ સ્કવોડના ૬૦ અધિકારીઓને કાલે ખાસ તાલીમઃ પેઇડ ન્યુઝ-આચારસહિંતા અંગે પણ ખાસ કમીટી બનાવાઇ

રાજકોટ તા. ર૦ : લોકસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થશે પડધમ વાગવા માંડયા છે, અને તે સંદર્ભે ચુંટણીપંચ દ્વારા ધડાધડ સૂચનાઓ -આદેશ-હુકમો થવા માંડયા છે.

ચૂંટણી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે તાજેતરની વીસીમાં આવોજ એક ખાસ મતદાર યાદી સૂધારણા કાર્યક્રમ અંગે હુકમ થયો છે, જેમાં તા. ર૩-ર૪ બે દિવસ એટલે કે શનિ-રવિ તમામ બૂથો ઉપર મતદાર યાદીમાં નામ નોંધવા અંગે આખો દિ' સ્પે. ઝૂંબેશ રખાશે.

સાધનોએ ઉમેર્યું હતું કે રાજકોટ શહેર-જીલ્લાના રર૦૦ થી વધૂ મતદાન મથકો ઉપર બૂથ લેવલ ઓફીસરો બેસશે. અનેત્યાં મતદારો પોતાના નામ ઉમેરવા, કમી, સુધારણા-ફેરફાર સહિતના ફોર્મ ભરી શકશે, લોકોને લાભ લેવા અપીલ થઇ છે, હાલ બુથની ચકાસણી ચાલુ છે.

ચૂંટણી પંચે આ ઉપરાંત તાજેતરમાં રાજસ્થાન, મધ્યપ્રદેશમાં સફળતા સંદર્ભે લોકસભા ચૂંટણી માટે ખાસ ''સી વીઝીલ'' નામની સ્પે. એપ્લીકેશન લોન્ચ કરી છે, જેમાં ચુંટણી દરમિયાન કે તે પહેલા કોઇપણ નાગરીક આચારસંહિતા ભંગ અંગેની ફરીયાદ મોકલી શકશે, આ માટે જીપીએસ સીસ્ટમ ચાલુ હોવી ફરજીયાત છે.

કોઇપણ નાગરીકની ફરીયાદ મળશે એટલે તુર્તજ તે વિસ્તારમાં રહેલી ફલાંઇગ સ્કવોડ ઘટના સ્થળે ધસી જશે, અને તાબડતોબ પગલા લેવાશે.

કોઇપણ નાગરીકે કરેલી ફરીયાદ ખાસ ઉભા કરાયેલા કન્ટ્રોલરૂમમાં પણ પહોંચી જશે. ફલાઇંગ સ્કવોડે કયા અને કયા પ્રકારના પગલા લેવા અને એપ્લીકેશનના ઉપયોગ સંદર્ભે કાલે ફલાઇગ સ્કવોડના પ૦ થી ૬૦ અધીકારીઓની સ્પે.તાલીમ કલેકટર કચેરી ખાતે યોજાઇ છે.

દરમિયાન ચૂંટણી પંચની સૂચના મુજબ અખબારોમાં આવતા પેઇડ ન્યુઝ અને આચારસંહિતા ભંગ અંગેના એવા ન્યુઝ-અહેવાલો અંગે, રાજકોટ શહેર-જીલ્લા માટે મીડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીની રચના કરી લેવાઇ છે,

જેમાં કલેકટર-માહિતી ખાતાના અધીકારી વિગેરે રહેશે.(૬.૨૨)

 

(3:37 pm IST)