Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સુનહરે પલ : નિધિ સ્કુલનો કાલે વાર્ષિકોત્સવ

પાણી બચાવો, શ્રેષ્ઠ ભારત, સંયુકત પરિવાર વિ. ૨૮ કૃતિઓ રજુ થશે

 રાજકોટફ તા.૨૦, શહેરમાં સ્થિત નિધિ સ્કુલનાં બાળકો માટે વાર્ષિક મહોત્સવ '' સુનહરે પલ -૨૦૧૮'' નું આયોજન આવતીકાલે તા.૨૧ના બુધવારે બપોરે ૨ થી ૭ દરમ્યાન હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવેલ છે દરેક વાલીની મહેચ્છા હોય છે. કે પોતાનું બાળક સ્કુલનાં માધ્યમ દ્વારા સ્ટેજ પર પર્ફોમન્સ કરે તે ખુશીનું પલ વાલી માટે સુનહરે પલ હોય  છે. તેથી આ વાર્ષિક મહોત્સવનું ટાઇટલ સુનહરે પલ  હોય છે.

આ વાર્ષિક મહોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ-અલગ ૨૮ કૃતિઓ રજુ કરવામાં આવશે. આ કૃતિઓમા અલગ અલગ ધર્મ તેમજ ભારતના રાજયોનાં પોશાક દ્વારા એક ભારત અખંડ ભારત દર્શાવાશે. તે ઉપરાંત પાણી બચાવો, બેટી બચાવો, સ્વચ્છ ભારત, શ્રેષ્ઠ ભારત, સંયુકત પરીવારની ભાવના પરની કૃતિઓ પણ રજુ કરાશે.

 આ વાર્ષિક મહોત્સવમાં વિભિન્ન ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહીત કરશે.

 આ આયોજનમાં સ્કુલના ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમાની આગેવાની હેઠળ સ્કુલના પ્રિન્સીપાલ બીનાબેન ગોહેલ, અર્ચનાબા જાડેજા, હર્ષદ રાઠોડ, આશાબા  જાડેજા, અદિતી ભટ્ટ, તેમજ સમગ્ર શિક્ષણગણ કાર્યરત છે. કોરીયોગ્રાફર તરીકે ત્રિલોચના ભટ્ટ સેવા આપી રહેલ છે. (વિક્રમ ડાભી)

(4:39 pm IST)