Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

પોપટપરાના જીતેશ ભરવાડનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૦: પોપટપરા સેન્ટ્રલ જલ પાછળ ૫૩ કવાર્ટરમાં રહેતાં જીતેશ ઇન્દુભાઇ રાતડીયા (ઉ.૨૫) નામના ભરવાડ યુવાનને બિમારી હોઇ સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સલિમભાઇ ફુલાણી અને દિપસિંહે જાણ કરતાં પ્ર.નગરના પી.એસ.આઇ. યુ. બી. જોગરાણાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(10:24 am IST)