Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ઇલેકિટ્રકલ વ્યવસાયલક્ષી હુન્નર શાળાનો પ્રારંભ

તાજેતરમાં અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત ઇલેકટ્રીકલ વ્યવસાયલક્ષી હુન્નર શાળાનો શુભારંભ સમારોહ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને રેસકોર્સ પ્લેનેટેરીયમ બિલ્ડીંગ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સાંસદ સભ્ય હરિભાઇ પટેલ, અતિથી વિશેષ તરીકે પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રના ડીરેકટર ડો. રમેશભાઇ ભાયાણી, પૂર્વ કેન્દ્રીયમંત્રી તેમજ મેનેજીંગ ટ્રસ્ટી ડો. વલ્લભભાઇ કથીરીયા, ટ્રસ્ટી શ્રીમતી હંસિકાબેન મણીઆર, ટ્રસ્ટી કલ્પકભાઇ મણીઆર, ચેખલીયા પરિવારના મોભી શ્રીમતી શાંતાબેન બાબુભાઇ ચેખલીયા, હુન્નર શાળાના પ્રિન્સીપાલ સંજયભાઇ ચેખલીયા, સંચાલક ટીમના હેમંતભાઇ ત્રિવેદી, લક્ષ્મણભાઇ મકવાણા, હસુભાઇ ગણાત્રા, નિલેશભાઇ શાહ, ધનસુખભાઇ મહેતા, ઉદ્યોગપતિ મનસુખભાઇ ટાંક, એડવોકેટ અતુલભાઇ ચેખલીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ હુન્નર શાળાના પ્રથમ બેચના વિદ્યાર્થીઓ ભાઇઓ-બહેનોને કાર્યક્રમમાશ્રં મહાનુભાવોના વરદ હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના અગ્રણી નિલેશભાઇ શાહે કર્યું હતું. હેમંતભાઇ ત્રિવેદીએ આભારવિધી કરી હતી. કાર્યક્રમ યશસ્વીફ બનાવવા જયંતભાઇ ધોળકિયા, સંજયભાઇ મોદી, લક્ષ્મણભાઇ મકવાણા, હસુભાઇ ગણાત્રા, ભાવદિપભાઇ ચેખલીયા વગેરે જહેમત ઉઠાવી હતી.

(3:31 pm IST)