Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

શ્રી પંચનાથ હોસ્પિટલનો બીજા વર્ષમાં મંગલ પ્રવેશઃ કાલથી ડાયાલિસિસ વિભાગનો શુભારંભ

પ્રથમ વર્ષથી જ કુલ ૧૯૪૪૫૦થી વધુ લોકોની (સારવાર + લોહીના તથા રેડિયોલોજી પરિક્ષણો+ સર્જરી) કરવામાં આવી પરિક્ષણો તથા સારવારના ચાર્જીસમાં ૪૦% જેટલા રાહત દરે થતી હોવાનો હોસ્પિટલ તંત્રનો પ્રબળ દાવો પ્રારંભિક વર્ષમાં જ લોકો તરફથી મળેલો પ્રચંડ પ્રતિસાદએ જ અમારી સેવાકીય સફળતાઃ દેવાગ માંકડ : રેડીઓલોજીસ્ટ વિભાગમાં સોનોગ્રાફી, 2Dઈકો, સીટી સ્કેન, ઈસીજી, એકસ-રે, ટી.એમ.ટી.જેવા પરીક્ષણો : બોડી ચેકઅપમનારૂ.૮૫૦, રૂ.૧૧૫૦, રૂ.૨૧૫૦, રૂ.૩૫૦૦, રૂ.૪૨૫૦ એમ પાંચ પેકેજ

રાજકોટઃ આજથી એક વર્ષ પહેલાં એટલે કે તા.૨૧/૦૧/૨૦૨૧ના રોજ શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી મંગળાબેન ડાયાભાઇ કોટેચા હોસ્પિટલનુ સૌરાષ્ટ્ર અને કચ્છની ધર્મપ્રેમી જનતાને સેવાકાજે થયેલું લોકાર્પણ સમસ્ત ટ્રસ્ટીશ્રીઓએ સંપાદન કરેલો લોકોનો વિશ્વાસ દાન પેટીમાં રૂ. ૧ના સીક્કાથી માંડીને કરોડો રૂપિયાનુ દાન આપનાર ઉદારદિલ દાતાશ્રીઓ તરફથી મળેલો આર્થિક સહયોગ લોકો તરફથી મળેલો પ્રેમરૂપી પ્રચંડ પ્રતિસાદ તબીબો કર્મચારીશ્રીઓ તથા નિઃસ્વાર્થ સેવાભાવી કાર્યકરોની ઉમદા સેવાકીય ભાવનાના સમન્વય સાથે હોસ્પિટલનો આગામી તા.૨૧ જાન્યુઆરીના રોજ બીજા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે.

તા.૧૨/૦૪/૨૦૨૧ થી ૩૧/૦૫/૨૦૨૧ દરમ્યાન કોવીડ-૧૯ ના કુલ ૧૫૮ દર્દીઓની ડો. ગૌરાંગ પટેલ (એમ.ડી.મેડીસીન) અને તેમની ટીમની દેખરેખ હેઠળ સારવાર કરવામાં આવી આ ૧૫૮ પૈકી ૬ દર્દીઓનો સીટી સ્કેન (એચ.આર.સી.ટી.) સ્કોર ૨૪/૨૫ જેટલો હતો જે તબીબી દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ મામલો કહી શકાય તેમજ અત્યંત ગંભીર પ્રકારના પક્ષઘાતના હુમલાનો સામનો કરતા એક યુવાન સહિત કુલ ૭ દર્દીઓને હોસ્પિટલની શ્રેષ્ઠ સારવાર અને દેવાધિદેવ મહાદેવના આશિર્વાદ થકી આ દર્દીઓને નવજીવન પ્રાપ્ત થયું જેનો આનંદ  સ્વયં દર્દીઓને તેના પરીવારજનોને તથા તેમના મિત્ર મંડળને હોય તે સ્વાભાવિક છે એટલે જ તેમના દ્વાારા હોસ્પિટલના સંચાલકો તબીબો તબીબી કર્મચારીઓ તેમજ નિઃસ્વાર્થ સેવાભાવી કાર્યકરોનુ ભાવુક હૃદય સાથે સન્માન કરીને આશિર્વાદની વર્ષા કરવામાં આવી. સાથોસાથ કોવીડ-૧૯ના જે દર્દીઓ તેમના જ ઘરે રહીને ઓકિસજન લેવલ પ્રાપ્ત કરવા માટે સારવાર લઈ રહ્યા હતા તેવા દર્દીઓના પરીવારજનોની માંગણી મુજબ ૫૪૨થી વધુ  ઓકિસજન સીલીન્ડરોની વ્યવસ્થા હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા કરીને તબીબી સેવા સાથે માનવતાનુ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પૂરૃં પાડેલ હતું.

સેવાકીય દ્રષ્ટિએ હોસ્પિટલ ટ્રસ્ટની વિશેષ અને પ્રેરણાદાયક સેવા ઉડીને આંખે વળગે તેવી રહી હતી કોરોનાની સારવાર મેળવી ચૂકેલા તમામ ૧૫૮ દર્દીઓને સવારે ચા કોફી નાસ્તો ૧૦/૩૦ કલાકે અલગ અલગ પ્રકારના જયુસ ૧૨/૩૦ કલાકે બપોરનુ ભોજન ૪/૩૦ કલાકે હળદરવાળું દૂધ અને સાંજે ૭ વાગ્યે ફ્રુટ સાથે સાંજનુ વાળુ નિયમિત રીતે હોસ્પિટલ ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે આપવામાં આવતું હતું આ ઉમદા પ્રકારની સેવાકીય ભાવનાની ચોતરફ પ્રશંસા થઈ હતી

માત્ર ને માત્ર દરીદ્રનારાયણની તબીબી સેવા કાજે હોસ્પિટલ ટ્રસ્ટની સ્થાપના સ્વ. શ્રી પ્રદ્યુમ્નભાઈ માંકડ , સ્વ.શ્રીતનસુખભાઈ ઓઝા,સ્વ.શ્રીવિનોદભાઈ પંડ્યા, ડો.લક્ષમણભાઇ ચાવડા તથા ડો. લલિતભાઈ ત્રિવેદી દ્વારા  આજથી ૧૯ વર્ષ પહેલાં એટલે કે તા.૦૨/૦૩/૨૦૦૩ના રોજ કરવામાં આવી આજ પાવન દિવસથી પર્યંત આજ સુધી તાવ શરદી ઉધરસ મલેરીયા ડેન્ગયુ ,  ટાઇફોઇડ જેવા રોગોની તપાસણી ચાર્જ માત્ર ૧૦ રૂ. રાખવામાં આવેલ છે અને ટ્રસ્ટ તરફથી દર્દીઓને ત્રણ દિવસની દવા નિઃશુલ્ક આપવામાં આવે છે આમ આ રીતે હોસ્પિટલ તંત્ર સેવાકીય પ્રવૃત્ત્િ।ની ભાવના કે સદભાવના દાખવવામાં સફળ રહ્યું છે, તા.૨૧-૦૧-૨૦૨૨ ના રોજ થતા બીજા  વર્ષના  મંગલ પ્રવેશ ના પાવન દિવસે ડાયાલીસીસ વિભાગનો શુભારંભ  થઇ રહેલ છે , આ વિભાગની તમામ જરૂરી મશીનરી મુંબઈ સ્થિત શ્રીમાલતીબેન ગીરીશભાઈ ગાંધી (હસ્તેઃ- ચૈતાલીબેન શુકલા), ડો.ચમનભાઈ જે. દેસાઈ, જશવંતીબેન દેસાઈ ફાઉન્ડેશન, શ્રીચંદ્રવદનભાઈ દેસાઈ , તેમજ જયાબેન નવનીતરાય પરીખ , તથા સંધ્યાબેન પરીખ તરફથી શ્રી પંચનાથ હોસ્પિટલને અનુદાનમાં આપેલ છે ,

વર્તમાન સમયના હાયપર ટેન્શનના યુગમાં મોટા પ્રમાણમાં માનવી હતાશા અને નિરાશામાં ગરક થતો જાય છે અને ખાસ કરીને યુવાધન વધુ ને વધુ શિકાર બને છે આવા સમયમાં દરેક વ્યકિતએ સમયાન્તરે પોતાના શરીરની તબીબી પરિસ્થિતિ જાણવા માટે  હોલબોડી ચેક અપ કરાવવું જરૂરીયાત બની ગયું છે અને સમજદાર વર્ગ સમયાન્તરે હોલ બોડી ચેકઅપ કરાવીને તબીબોના માર્ગદર્શન મુજબ સારવાર પણ કરાવે છે પંચનાથ હોસ્પિટલમાં સરકારી પ્રેસ રાજકોટ, સરોવર પોર્ટિકો હોટલ રાજકોટ, નાગરિક સહકારી બેંક, સૌરાષ્ટ્ર પેપર બોર્ડ, માર્ક બેરીગ (શાપર વેરાવળ), હાથી મસાલા ફેકટરીના કર્મચારીશ્રીઓના હોલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું છેલ્લા એક વર્ષમાં ૩૫૧૦લોકોએ સંતોષના ઓડકાર સાથે હોલ બોડી ચેકઅપ કરાવીને જરૂરી સારવાર પ્રાપ્ત કરેલ હતી સૌને પરવડે તેવા ચાર્જમાં જેમાં રૂ. ૮૫૦, ૧૧૫૦/-, ૨૧૫૦/-, ૩૫૦૦/-, ૪૨૫૦/- જેવા અલગ અલગ પાંચ પ્રકારના પેકેજ રાખવામાં આવેલ છે, વ્યકિતએ પોતે સ્વયં પસંદ કરેલા અથવા તો તબીબે સૂચવેલા પેકેજ મુજબ પરિક્ષણો કરવામાં આવે છે,

સાથોસાથ સરકારી અર્ધ સરકારી કચેરીઓ બેન્કો વીમા કંપનીઓ નાના મોટા ઔદ્યોગિક એકમો શૈક્ષણિક સંસ્થા જેવી કે સ્વ નિર્ભર શાળાઓ , સામાજીક સંસ્થાઓ,  જ્ઞાતિ મંડળો સાથે તેના સભ્યો કર્મચારીશ્રીઓ અથવા તો જ્ઞાતિજનો માટે રાહત દરે પરિક્ષણો અથવા તો સારવાર મળી શકે તે માટે હોસ્પિટલ ટ્રસ્ટ સાથે સમજૂતી કરવામાં આવી છે આમાં ગુજરાત રાજય સરકાર સંચાલિત ગુંદાવાડી હોસ્પિટલ રાજકોટ ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, રાજકોટ નાગરિક સહકારી બેંક લી, શ્રી પરજીયા સોની જ્ઞાતિ મહામંડળ (રાજકોટ), તથા મોઢ વણિક સમાજના હોદ્દેદારો સાથે હોસ્પિટલના સંચાલકોએ એમ.ઓ.યુ. કરેલ છે.

રાજકોટ નાગરિક સહકારી બેંક લી સાથે થયેલી સમજૂતી મુજબ તેમના સભાસદોને તથા તમામ કર્મચારીશ્રીઓને થયેલ પરિક્ષણ ચાર્જના ૫૦ ટકા અથવા તો નાણાકીય વર્ષ  (એપ્રિલ થી માર્ચ) દરમ્યાન વધુમાં વધુ  એક હજારની રાહત આપવામાં આવે છેઆ યોજનાનો છેલ્લા એક વર્ષ દરમ્યાન ૩૯૮૪ સભાસદો તથા તેમના કર્મચારીશ્રીઓ લાભ મેળવી ચૂકયા છે

તા. ૨૧/૦૧/૨૦૨૧ થી પર્યંત આજ સુધી કુલ ૧૩૯૦ દર્દીઓ દાખલ થયા હતા તેમાં કોવીડ ૧૯ના ૧૫૮ દર્દીઓનો સમાવેશ થયેલ છે. આ દાખલ થયેલા દર્દીઓમાંથી કુલ ૬૮૭ થી વધુ દર્દીઓના દર્દ મુજબ ઓપરેશન કરવામાં આવ્યા હતાં તેમાં આંખના મોતિયાના ૩૫૪ જનરલ સર્જરી જેવી કે હરસ મસા ફીશર ભગંદર ગાંઠ પિત્તાશયની પથરી જેવા ૧૭૧ ઓર્થોપેડીક વિભાગ દ્વારા હાડકાંની સર્જરી પ્લેટ નાખવી ગોઠણની ઢાંકણી બદલાવવી ગોળો નાખવા જેવા ૭૮ કાન નાક ગળાને લગતા ૧૨ સર્જરી ૧૪ જેટલી ગાયનેક સર્જરીઓ તથા અન્ય ૬૮ મળીને કુલ ૬૮૭ સફળ સર્જરીઓ કરવામાં આવી હતી.

આજ વર્ષમાં લોકોને રાહત દરે પેટ તથા આંતરડાના રોગ ના પરીક્ષણ માટે એન્ડોસકોપી વિભાગ શરુ કરવામાં આવ્યો, અત્યાર સુધીમાં કુલ ૧૧૨ જેટલી એન્ડોસ્કોપી તથા કોલોનોસ્કોપી  કરવામાં આવી , એન્ડોસકોપીનો રૂ.૨૪૦૦ તથા  કોલોનોસ્કોપીનો ચાર્જ રૂ.૪૫૦૦ જેટલો સૌને પરવડે તેટલો રાખવામાં આવેલ છે. આજ અરસામાં વર્તમાન સમયનો અતિ અગત્યનો ફિઝિયોથેરાપીનો વિભાગ શરૂ કરવામાં આવ્યો. તેમાં અત્યાર સુધીમાં ૪૧૨૦ લોકોએ તબીબી સલાહ મુજબ કસરત દ્વારા સારવાર મેળવેલ છે.

હોસ્પિટલના પાંચમા માળે સર્જરી માટે ૪૦૦ થી ૪૫૦ વધારે સ્કવેર ફૂટ ધરાવતા ૩ અત્યંત આધુનિક બેકટેરિયા રહીત ઓપરેશન થિયેટર આવેલ છે ત્રણેય ઓપરેશન થિયેટરમાં એ એચ યુ સુવિધા હોવાથી હેપા ફિલ્ટર દ્વારા ઓપરેશન થિયેટરોને વાઇરસ મુકત રાખી શકે છે ઓપરેશન થિયેટરોની દિવાલો સિલ્વર આઇ એન સી સી કોટેડ હોવાથી ૨૫ વર્ષ સુધી કોઈપણ પ્રકારના વાઇરસ ઉત્પન્ન થતા નથી ઓપરેશન થિયેટરોમા રાખવામાં આવેલ તમામ ટેબલો તમામ પ્રકારની સર્જરીઓ કરી શકે છે તેમજ ૩૪૦ કિલો સુધીના દર્દીઓનુ વજન ગહન કરી શકે છેતદુપરાંત બધાજ બેડમાં ૨૪ કલાક ઓકિસઝન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે . આ માટે અમેરિકાના બે એડવાન્સ ઓકિસઝન પ્લાન્ટ નાખવામાં આવેલ છે.

આંખ વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં ૯૩૬૦ દર્દીઓને તપાસવામા આવ્યા હતા તેમાંથી ૩૫૪થી વધુ દર્દીઓના સફળ પૂર્વક મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા જેમાં વિદેશની વિખ્યાત કંપનીના સારામાં સારી ગુણવત્ત્।ા ધરાવતા ફોલ્ડેબલ લેન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ  વિભાગમાં આંખ નંબર પ્રેસર પડદા જામર મોતિયા તથા વેલની તપાસ માત્ર રૂ.૫૦/- મા અનુભવી અને નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવે છે દર્દીઓની પસંદગી અનુસાર મોતિયાના ઓપરેશનમાં ૪૧૦૦ અથવા ૬૦૦૦ રૂપિયામા ભારતીય અને ૯૫૦૦ અથવા ૧૩૦૦૦ રૂપીયામા વિદેશી કંપનીના ફોલ્ડેબલ લેન્સ લગાવી આપવામાં આવે છે સૌથી વધુ અગત્યની સેવાકીય પ્રવૃત્ત્િ।ની વાત એ છે કે થોડાક સમય પહેલા ગરીબ અને જરૂરતમંદ લોકોને નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરાવી આપવા માટે હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા અખબારી અપીલ કરેલ હતી જેનો સ્વીકાર કરીને  ઘણા બધા દાતાશ્રીઓએ ૨ કે તેથી વધુ સંખ્યામાં અનેક લોકોના નિઃશુલ્ક ઓપરેશન કરાવી આપેલ છે સામાન્ય રીતે દાતાશ્રીઓ પોતાનો કે પોતાના પરિવારના સભ્યોના જન્મદિવસ  લગ્નતિથિ કે પરિવારના સભ્યોની પૂણ્યતિથિ જેવા યાદગાર દિવસોમા ગરીબ અને જરૂરતમંદ લોકોને નિઃશુલ્ક આંખના ઓપરેશન કરાવી આપીને ગરીબ તથા જરૂરતમંદ લોકોના તથા દેવાધિદેવ મહાદેવના આશિર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે

રેડીઓલોજીસ્ટ વિભાગમાં સોનોગ્રાફી ૧૭૧૫૭, 2D ઇકો ૨૮૩૩, સીટી સ્કેન ૧૧૫૯૮, ઇસીજી ૬૫૧૨, એકસ-રે ૧૪૫૧૯, ટી.એમ.ટી. ૭૪૯ જેટલા પરિક્ષણો કરવામાં આવ્યા હતા.

તદ્દપરાંત લેબોરેટરીમાં લોહીના પરિક્ષણો ૯૧૧૦૬, ફીજીશીયન ૨૨૫૫૬, દાંત વિભાગ ૧૩૩૮૮, જનરલ પ્રેકિટસનર ૬૫૫૬, ઓર્થોપેડીક ૧૩૬૯૩,ચામડીના દર્દો ૧૨૫૨૪, કાન નાક ગળા વિભાગ ૧૦૮૧૬, યુરોલોજીસ્ટ ૧૫૦૯, બાળરોગ ૧૦૧૩, સ્ત્રી રોગ ૩૯૮૬, પેટ આંતરડા ૨૩૫૭, માનસિક રોગ ૯૫૯, જનરલ એન્ડ લેપ્રોસ્કોપી ૧૮૭૪ જેટલા દર્દીઓની ઓપીડી વિભાગ દ્વારા સારવાર કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર અને કચ્છની ધર્મપ્રેમી જનતાને સેવાકાજે સુવિધા સભર ભવનમા અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતી નવનિર્મિત હોસ્પિટલ અર્પણ કરનાર શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખશ્રી દેવાંગ માંકડ, માનદમંત્રીશ્રી મયૂરભાઇ શાહ, કોષાધ્યક્ષશ્રી ડી વી મહેતા, ટ્રસ્ટીશ્રીઓ ડો રવીરાજ ગુજરાતી, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, અનિલભાઈ દેસાઈ, સંદિપભાઇ ડોડીયા, જૈમિનભાઇ જોશી, નીરજભાઈ પાઠક નારણભાઈ લાલકીયા મિતેષભાઇ વ્યાસ નિતિનભાઈ મણીયાર મનુભાઇ પટેલ જેવા સામાજીક આગેવાનો દ્વારા સમગ્ર જનતાને  પ્રવર્તમાન કોરોનાની ત્રીજી લહેરમાં ઘરે રહો સલામત રહોની અપીલ કરવામાં આવે છે.

વધુ માહિતી માટે શ્રી પંકજ ચગ (મો નં ૯૮૭૯૫ ૭૦૮૭૮) શ્રી રમીઝભાઈ જીવાણી (મો.નં. ૯૦૩૩૯ ૪૯૪૮૩) અથવા તો ધૃતિબેન ધડૂકનો હોસ્પિટલ પરજ સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવેલ છે.(૩૦.૮)

શ્રી પંચનાથ હોસ્પિટલમાં કાલે નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ

ડો.ભાર્ગવ શુકલ અને ડો.પ્રાપ્તિ બક્ષી સેવા આપશેઃ નામ નોંધણી

ગરદન, ખભા, ગોઠણ, પગની એડીનો દુખાવો, મણકાની તકલીફ, ફ્રેકચર તથા સાંધા બદલાવ્યાં પછીની સારવાર, પેરાલિસીસ, કંપવા, સેરેબ્રલ પાલ્સી, મોઢાનો લકવો, મગજ તથા ચેતાતંત્રના રોગો, બેલેન્સ પ્રોબ્લેમ, જન્મજાત ખોડખાપણ તથા મગજનો અપૂરતો વિકાસની સારવાર અપાશે.

કેમ્પ તા.૨૧ શુક્રવાર, સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી, સ્થળ- શ્રી પંચનાથ હોસ્પિટલ, લીમડા ચોક રાજકોટ.

કેમ્પમાં ડો.ભાર્ગવ જી. શુકલ (BPT), ડો.પ્રાપ્તિ બક્ષી (BPT) સેવા આપશે. દર્દીએ પોતાના જુના રિપોર્ટ સાથે રાખવા. કેમ્પમાં આવનાર અગાઉથી રજીસ્ટ્રેશન માટે સંપર્ક મો.૬૩૫૯૭ ૦૧૯૩૩

(3:30 pm IST)