Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

પીજીવીસીએલ રાજકોટ ગ્રામ્યના, નગરપાલિકા, ગ્રામ પંચાયતના વીજ બીલના ૬૫ લાખ બાકીઃ નોટીસો ફટકારાઈ

ગોંડલના ૪૨ સહિત કુલ ૭૫ કનેકશનના નાણા નહી ભરાય તો કાપી નખાશે

રાજકોટ, તા. ૨૦ :. પીજીવીસીએલના રાજકોટ ગ્રામ્યના વિવિધ કચેરીઓ, નગરપાલિકા, ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઈટ, પાણી પુરવઠાના વીજ જોડાણના બીલના લાખો રૂપિયાની બાકી બોલતી હોય, ગઈકાલે કડક કાર્યવાહી કુલ ૭૫ કનેકશન અંગે જે તે પાલિકા, કચેરી, ગ્રામ પંચાયતને નોટીસો ફટકારી ૧૫ દિ'માં નાણા નહી ભરે તો કનેકશન કાપી નાખવા અંગે નોટીસો ફટકારાતા ભારે દોડધામ થઈ પડી છે.

જેમના બાકી છે તેમા ગોંડલ ડિવીઝનના ૪૨ કનેકશનના ૨૫ લાખ, જસદણના ૧૩ કનેકશનના પોણા ૮ લાખ, જેતપુર-૧૦ કનેકશનના ૧૯ાા લાખ અને રાજકોટ ગ્રામ્ય ડિવીઝનના ૧૦ કનેકશનના ૧૩ લાખ જેવી રકમની બાકી બોલતી હોય તાકિદે નાણા ભરી દેવા આદેશો કરાયા છે.

(3:28 pm IST)