Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

બજરંગવાડી વિસ્‍તારમાં ફુડ શાખાનું ચેકીંગઃ ૧૧ વેપારીઓને લાયસન્‍સ બાબતે નોટીસ

મિકસ દૂધના બે નમૂના લેવાયા : ૧૯ ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં મ.ન.પા.નાં તમામ વિભાગ દ્વારા વન વીક વન રોડ અંતર્ગત સંયુકત કામગીરી

રાજકોટ,તા. ૨૦ : મ્‍યુ.કોર્પોરેશન દ્વારા આજે વન વીક વન રોડ અંતર્ગત સેન્‍ટ્રલ ઝોનનાં વોર્ડ નં. ૨ના બજરંગવાડી વિસ્‍તારમાં તંત્રના તમામ વિભાગ દ્વારા સંયુકત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેની વિગતો આ મુજબ છે.
દૂધના નમૂના લેવાયા
વન વીક વન રોડ અંતર્ગત મહાનગરપાલિકાના જામનગર રોડથી બજરંગવાડી મેઇન રોડ વિસ્‍તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૯ ફુડ વેપારીની ચકાસણી કરવામાં આવેલ. આ ચકાસણી દરમ્‍યાન ૧૧ વેપારીને લાયસન્‍સ બાબતે નોટીસ આપી છે. જયારે ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ-ર૦૦૬ મુજબ (૧) મિકસ દૂધ (લુઝ), શ્રી ગાયત્રી ડેરી ફાર્મ - બજરંગવાડી મેઇન રોડ ખાતેની નમૂના લેવામાં આવ્‍યા છે.
જાહેરમાં કચરો ફેંકનાર દંડાયા
વન વીક વન રોડ અંતર્ગત બજરંગ વાડી મેઇન રોડ પર જાહેરમાં કચરો ફેંકનાર, ગંદકી કરવા સબબ કુલ ૪ લોકો પાસેથી રૂા. ૧,૦૦૦ પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક રાખવા - ઉપયોગ કરવા સબબ કુલ ૬ ને રૂા. ૩,ર૦૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ, આમ કુલ ૧૦ લોકો પાસેથી રૂા. ૪,ર૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.

 

(3:22 pm IST)