Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

કારચાલક પાસે ઉઘરાણી કરી ધમકી આપવાના કેસમાં આગોતરા જામીન મંજૂર

રાજકોટ,તા.૨૦: ઇકો ચાલક પાસે રૂપિયાની ઉઘરાણી કરી ફોન ઉપર ધમકી આપ્યાના કેસમાં આરોપીના આગોતરા જામીન કોર્ટે મંજુર કર્યા છે.

આ કેસની વિગત એવી છે કે, આ કામના આરોપી ઇકો ચાલક અજયસિંહ પ્રવિણસિંહ ઝાલા સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ પ૦૭ મુજબ જાનથી મારી નાખવાની ફરીયાદ નોંધાયી હતી. આરોપીએ ઉછીના રૂપિયાની માંગણી કરી ફોન ઉપર ફરિયાદી ઇકો ચાલક રવિ સુરેશ ડાભીને ધમકી આપી હતી.ફરિયાદ થતા આ કામના આરોપી અજયસિંહ પ્રવિણસિંહ ઝાલાએ વકીલ મારફતે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં રાજકોટ વકીલ મેઘરાજસિંહ ચુડાસમાએ દલીલ કરી કે, આ કામના ફરીયાદી અને આરોપી એક જ સરખો ધંધો કરે છે. તેમજ ફરીયાદી આ ફરીયાદ ખોટી આપેલી છે. તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધાર આપી આરોપી અજયસિંહ પ્રવિણસિંહ ઝાલાને રૂ.૧૫,૦૦૦ જામીન ૫૨ આગોતરા જામીન રાજકોટના એડી. ડિસ્ટ્રી. એન્ડ સેશન્સ જજે મંજુર કર્યા છે.આ કામના આરોપીના વકીલ તરીકે રાજકોટના પ્રખ્યાત ધારાશાસ્ત્રી મેઘરાજસિંહ ચુડાસમા તથા કિર્તીરાજસિંહ ઝાલા રોકાયેલા હતા.

(3:41 pm IST)