Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ગંજીવાડામાંથી અડધા લાખનો દારૂ ભરેલી કાર સાથે બે સિકંદરને ક્રાઇમ બ્રાંચે પકડયા

બંને ગંજીવાડાના રહેવાસીઃ કુલ ૧.૫૨ લાખનો મુદ્દામાલ કબ્‍જે કરાયો પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયાની ટીમે હેડકોન્‍સ. ક્રિપાલસિંહ જાડેજા, કોન્‍સ. દેવાભાઇ ધરજીયા અને મૈસુરભાઇ કુંભારવાડીયાની બાતમી પરથી પકડી પકડાયેલા બંને શખ્‍સ અને કાર જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૦: શહેર ક્રાઇમ બ્રાંચે  ભાવનગર રોડ ગંજીવાડા મેઇન રોડ પરથી ચોક્કસ બાતમીને આધારે રૂા. ૫૨૮૦૦નો દારૂ ભરેલી કાર સાથે ગંજીવાડાના બે શખ્‍સને પકડી લઇ રૂા. ૧,૫૨,૮૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

પોલીસે સિકંદર મુસાભાઇ કુંઢા (ઉ.૪૨-રહે. ગંજીવાડા મેઇન રોડ, ખોખર પ્રોવિઝન સ્‍ટોર પાસે, ભાવનગર રોડ) તથા સિકંદર  યુનુસભાઇ જનર (ઉ.૩૪-રહે. ગંજીવાડા મેઇન રોડ ખોખર પ્રોવિઝનની બાજુમાં)ને પકડી લઇ રૂા. ૫૨૮૦૦નો ૧૩૨ બોટલ દારૂ તથા જીજે૦૧એચઆર-૧૫૬૭ નંબરની સિલ્‍વર રંગની કાર કબ્‍જે કરી છે. ડીસીબીની ટીમ દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. ક્રિપાલસિંહ જાડેજા, કોન્‍સ. દેવાભાઇ ધરજીયા અને મૈસુરભાઇ કુંભારવાડીયાને મળેલી બાતમીને આધારે ગંજીવાડા મેઇન રોડ પર કારને પકડી લેવાઇ હતી.

પકડાયેલામાં સિકંદર કુંઢા છુટક ડ્રાઇવીંગ કામ કરે છે અને સિકંદર જનર મજૂરી કરે છે. બંને દારૂ ક્‍યાંથી ભરી લાવ્‍યા? તે અંગે તપાસ થઇ રહી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્‍સ. અંશુમનભા ગઢવી, વિક્રમભાઇ ગમારા, સુભાષભાઇ ઘોઘારી, જીજ્ઞેશભાઇ મારૂ, કોન્‍સ. પ્રતાપસિંહ મોયા, નિતેષભાઇ બારૈયા સહિતે આ કામગીરી કરી હતી.

(2:39 pm IST)