Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ગોતમનગરના ચંદ્રેશ ચોહાણને રાતે ચોકમાં બોલાવી નિતીને છરીના ચાર ઘા મારી દીધા

નિતીનને રૂ.૧૩ હજાર આપવાના હોઇ ચંદ્રેશે સવારે આપશે તેમ કહેતાં ઝઘડો કરી ખભા-વાંસામાં ઘા ઝીંકયા

રાજકોટ તા. ૨૦: અક્ષર માર્ગ પર આવેલા ગોતમનગર-૩માં રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં ચંદ્રેશ ચેતનભાઇ ચોહાણ (રજપૂત) (ઉ.વ.૨૨)ને રાતે સવા દસેક વાગ્યે તેના ઓળખીતા નિતીને ફોન કરી ઘર નજીક ઉત્કર્ષ સ્કૂલ પાસેના ચોકમાં બોલાવ્યા બાદ ઝઘડો કરી છરીથી હુમલો કરી ખભા અને વાંસામાં ચારેક ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ચંદ્રેશ બે ભાઇમાં મોટો છે. તેના પિતા હયાત નથી. તે પત્નિ કાજલ અને એક પુત્રી સાથે રહે છે. ચંદ્રેશના સગાના કહેવા મુજબ ચંદ્રેશે અગાઉ પરિચીત નિતીન પાસેથી હાથ ઉછીના રૂ. તેર હજાર લીધા હતાં. આ રકમ હાલમાં તે ચુકવી શકયો નહોતો. રાતે નિતીને ફોન કરી ચોકમાં વાત કરવા બોલાવ્યા બાદ અત્યારે ને અત્યારે પૈસા આપી દે તેમ કહેતાં ચંદ્રેશે સવારે વ્યવસ્થા કરીને આપશે તેમ જણાવતાં ઝઘડો કરી ગાળો દઇ છરીના ઘા ઝીંકી દીધા હતાં. નિતીન સાથે અજાણ્યો શખ્સ પણ સામેલ હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

(11:05 am IST)