Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

રાજકોટને ધ્રુજાવતો કોરોનાઃ ગઇકાલે અ...ધ...ધ ૧૩૩૬ કેસ નોંધાયા

શહેરમાં બપોર સુધીમાં કોરોનાએ બેવડી સદી નોંધાવીઃ ૨૦૧ કેસ

રિકવરી રેટ ૯૧.૩૯ ટકા થયોઃ કુલ આંક ૪૮,૪૬૧એ પહોંચ્‍યો

રાજકોટ તા.૧૯: શહેમાં ગઇકાલે કોરોનાનાં ૧૩૩૬ કેસ નોંધાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જયારે આજ બપોર સુધીમાં ૨૦૧ રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા છે. હાલ ૩૭૯૨ દર્દીઓ સારવારમાં છે.
ગઇકાલે શહેરમાં આજ દિન સુધીનાં સૌથી વધુ કેસ નોંધાયા છે. મનપાનું આરોગ્‍ય તંત્ર ઉંધામાથે થયુ છે. ગત એપ્રિલ મહિનામાં એક જ દિવસમાં ૭૫૦થી વધુ કેસ નોંધાયા હતા.
મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં ૨૦૧ કેસ નોંધાયા છે. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ  ૪૮,૪૬૧ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૪૪,૧૦૮ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૯૧૫૧ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૧૩૯૨ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧૪.૬૦ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૬,૧૨,૭૭૯ લોકોનાં  ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૪૮,૪૬૧ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૯૯ ટકા થયો છે. રિકવરી રેટ ૯૧.૩૯ ટકાએ પહોંચ્‍યો છે.

 

(2:54 pm IST)