Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

લોહાણા મહાપરીષદના પ્રમુખ સતિષભાઇ વિઠલાણી તથા રશ્મિબેન વિઠલાણી રાજકોટમાં : રઘુવંશી અગ્રણીઓને મળ્યા

રાજકોટઃ રઘુવંશીઓ વૈશ્વિક સંસ્થા લોહાણા મહાપરીષદના તાજેતરમાં વરાયેલા પ્રમુખ શ્રી સતિષભાઇ વિઠલાણી તથા શ્રીમતી રશ્મિબેન વિઠલાણી (મહિલા અધ્યક્ષ) તાજેતરમાં સૌરાષ્ટ્રભરમાં લોહાણા મહાજનો તથા સંસ્થાઓની મુલાકાતે આવેલ હતા. તે અંતર્ગત મકરસંક્રાતીના દિવસે રાજકોટના રઘુવંશીઓ સાથે આવનારા પાંચ વર્ષ દરમિયાન જ્ઞાતિના ઉત્કર્ષ માટે વિચાર-વિમર્શ તથા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયેલ હતો. જેમા મોટી સંખ્યામાં જ્ઞાતિ શ્રેષ્ઠીઓ ઉપસ્થીત રહયા હતા. હોટલ કે-ક્રંચી રીપબ્લીકના શ્રી રાજા કિરીટભાઇ કુંડલીયાએ સહુનું સ્વાગત કર્યું હતુ. શ્રી સતીષભાઇ તથા શ્રીમતી રશ્મિબેનનું અનેકવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા સ્વાગત થયુ હતુ. લોહાણા મહાપરીષદના સૌરાષ્ટ્ર વિભાગીય ઉપપ્રમુખ સુરેશભાઇ ચંદારાણાએ સતિષભાઇને  સાથ સહકારની ખાત્રી આપી હતી. શ્રી સતિષભાઇ વિઠલાણીએ પોતાના પ્રવચનમાં આવનારા પાંચ વર્ષમાં જ્ઞાતિ ઉત્કર્ષ માટે તેઓ કેવી રીતે કામ કરવાના છે તેની વિગતવાર છણાવટ કરી માહીતી આપી હતી. ઉદબોધન અશોકભાઇ હિંડોચાએ કર્યું હતુને આખા કાર્યક્રમનું સંકલન અનિલભાઇ વણઝારાએ કર્યું હતુ. આભારવિધિ કિરીટભાઇ કુંડલીયાએ કરી હતી. કાર્યક્રમમાં પૂર્વ મેયર જનકભાઇ કોટક, શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, દિપકભાઇ રાજાણી, નિતિનભાઇ નથવાણી, સંજયભાઇ લાખાણી, ડો. ભાયાણી, ડો.નીતીનભાઇ રાડીયા, મનુભાઇ મીરાણી, ધર્મેન્દ્રભાઇ મીરાણી, પ્રદીપભાઇ સચદે, ગીરીશભાઇ મોનાણી વગેરે સહિત મહિલા સંસ્થાઓ વતી પૂર્વ ડેપ્યુટી મેયર જશુમતીબેન વસાણી,  કાશ્મીરાબેન નથવાણી, શિલ્પાબેન પુજારા, રત્નાબેન સેજપાલ, ઇન્દિરાબેન શીંગાળા, અલ્કાબેન ખગ્રામ વગેરે સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહયા હતા. 

(3:54 pm IST)