Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

કાલે શ્રી કનૈયાલાલજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કૃષ્ણાશ્રય ગૌશાળાનુ ભૂમિપૂજન

રાજકોટ,તા. ર૦ : શ્રીકૃષ્ણાશ્રય હવેલી ના ઉપક્રમે શ્રીકનૈયાલાલજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીકૃષ્ણાશ્રય ગૌશાળા નું મંગલ ભુમિપૂજન પોષ સુદ ૮, ગુરૂવાર, તા ૨૧.૧.૨૦૨૧ ના રોજ નિશ્યિત થયેલ છે.

ભગવાનશ્રીકૃષ્ણ ને પરમપ્રિય એવી ગૌમાતા નું સંવર્ધન થાય અને ગૌસેવા ના કલ્યાણકારી માર્ગ દ્વારા મનુષ્ય જીવન ઉર્ધ્વગામી થાય તે હેતુ થી ગાયોની સુખાકારી માટે પૂ.પા.ગો.૧૦૮.શ્રીઅક્ષયકુમારજી મહારાજશ્રીના અધ્યક્ષસ્થાને આપની પ્રેરણાથી આ સુંદર ગૌશાળાનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેના પ્રથમ સોપાન રૂપે ગૌશાળા ભૂમિપૂજન ની તૈયારીયો પુરજોશમાં ચાલી રહી છે.

તા.૨૧ ને ગુરૂવારે બપોરે ૧૨.૦૦ વાગ્યે શા સ્ત્રોકત વિધિ અનુસાર વૈષ્ણવાચાર્યો એવં ગૌપ્રેમી વૈષ્ણવોની હાજરીમાં ભુમિપૂજન થશે ત્યારબાદ કાર્યક્રમમાં હાજર વૈષ્ણવો માટે અલ્પાહારની વ્યવસ્થા પણ રાખેલ છે. જે વૈષ્ણવો ને વાહનની વ્યવસ્થા ન હોય તેમના માટે શ્રીકૃષ્ણાશ્રય હવેલી થી બસ વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ સુંદર અને સુચારૂ રીતે સંપન્ન થાય તે માટે શ્રીકૃષ્ણાશ્રય વૈષ્ણવ પરિવારના નિષ્ઠાવાન સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા છે. આ સુંદર અવસરમાં સહભાગી થવા રાજકોટની સર્વે ગૌપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(3:48 pm IST)