Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

દિવાલોમાં દેવી દેવતાની લાદી લગાવવાની અપમાનજક પ્રવૃત્તિ અટકાવવા અભિયાન

રાજકોટ : દુકાન, ઓફીસ કે કોમ્પલેક્ષની દિવાલો કોઇ ગંદી ન કરે તે માટે દેવી દેવતાઓની લાદી લગાવવાની માનસીકતાથી ખરેખર દેવી દેવતાઓનું અપમાન થતુ હોય આવી પ્રવૃત્તિ અટકાવવા બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા એક અભિયાન શરૂ કરાયુ છે. લોકોને સમજાવી આવી લાદીઓ દુર કરાવવામાં આવી રહી છે. એકત્ર થયેલ ભગવાનની આ લાદીઓને પાણીમાં પધરાવી દેવાશે. શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરી આ કાર્ય ચાલી રહ્યુ છે જેમાં ૮૦% કામગીરી સફળ રીતે પૂર્ણ થયાનું બડા બજરંગ ફાઉન્ડેશનની યાદીમાં જણાવાયુ છે. આ ઝુંબેશમાં કનૈયા ગ્રુપ બેડીપરા, કેસરી સેના, રાષ્ટ્રીય અસ્મિતા સંઘ, રાયકા ગ્રુપ, ગૌ રક્ષા દળ, સિંધી યુવા સેના, હેવ વિથ હેપીનેશ, નવા નાકા રોડ કલોથ મર્ચન્ટ એસો., જય મુરલીધર યુવા ગ્રુપ, કષ્ટભંજન હનુમાન ગૃપ બેડીનાકા, શકિત યુવા ગ્રુપ સંતકબીર રોડ, સદ્દગુરૂ એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ, મોગલમાં ગ્રુપ લક્ષ્મીનગરનો સહયોગ પણ મળેલ છે. તમામ સંસ્થાઓના સક્રીય પ્રયાસોથી અભિયાન સફળ થઇ રહ્યાનું બડા બગરંગ ફાઉન્ડેશન (મો.૮૧૨૮૮ ૮૮૮૩૫) ની યાદીમાં જણાવાયુ છે.

(3:47 pm IST)