Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

સિવીલ હોસ્પીટલના સ્ટાફથી મૃત્યુ પામેલ પાટીલ યુવાનના પુત્રને શિક્ષણ ફી આર્થિક રાહત આપવા માંગણી

કોરોના કાળમાં મૃત્યુ પામેલ પાટીલ યુવાનના પરિવારને આર્થિક સહાય આપવા માંગણી (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૦ :.. ભગવતીપરા કોમી એકતા સંગઠનના પ્રમુખ નંદાભાઇ ડાંગર અને અન્યોએ મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી સીવીલ હોસ્પીટલમાં સ્ટાફના મારથી મૃત્યુ પામેલા પાટીલ યુવાનના પુત્રને શિક્ષણ ફી અને આર્થિક રાહત કરી આપવા માગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે કોરોના સમયે સીવીલ હોસ્પીટલમાં પ્રભાકરભાઇ પાટીલ નામના યુવાનનું મૃત્યુ થયું હતું. જેને તા. ૯-૯-ર૦ર૦ ના રોજ સરકારી હોસ્પીટલના સ્ટાફ દ્વારા માર મારવામાં આવેલ.

અને ત્યારબાદ તેનું મૃત્યુ થયેલા આપને વિનંતી છે કે, તેમના પરિવારજનોને ન્યાય મળી રહે તે માટે પુત્રને શિક્ષણ ફ્રી કરી  આપવામાં આવે, અને મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી આર્થિક રાહત આપવામાં આવે, તેમની ઘરની આર્થિક હાલત ખૂબ જ ખરાબ અને દયનીય છે,

આથી તાકીદે યોગ્ય કરાય તેવી વિનંતી છે.

(2:58 pm IST)